ચંદ્રયાન-૩ના વિક્રમ લેન્ડરમાંથી બહાર નિકળ્યા બાદ પ્રજ્ઞાન રોવરે ચંદ્રની સપાટી પર કામગીરી આરંભી દીધી છે. ત્યારે ખાસ બાબત એ છે કે ચીનનું યુટુ ૨ રોવર પણ ચંદ્ર પર કાર્યરત છે. ત્યારે એવા પ્રશ્નો થાય કે શું બંને રોવરનો એકબીજા સાથે સામનો થશે કે નહિ ? વર્તમાન સમયમાં ચંદ્ર પર ભારતનું પ્રજ્ઞાન રોવર અને ચીનનું યુટુ ૨ રોવર કાર્યરત છે. ચીને તેનું રોવર ૨૦૧૯ માં ચંદ્ર પર મોકલ્યું હતું.૩ જાન્યુઆરી ૨૦૧૯ માં ચીન દ્વારા સાઉથપોલ- એટીકન બેસિનમાં ચાંગ ઈ-૪ વોન કારમન ક્રેટરમાં લેન્ડ કરવામાં આવ્યું હતું. અમેરીકન સ્પેસ એજેન્સી નાસા મુજબ લેન્ડીંગના કાર્ડીનેટ્સ ૪૫.૪૫૬૧ દક્ષિણ અક્ષાંશ અને ૧૭૭.૫૮૮૫ પૂર્વ રેખાંશ પર છે.
જયારે ચંદ્રયાન- ૩ એ ૬૯.૩૬૭૬૨૧ દક્ષિણ અને ૩૨.૩૪૮૧૨૬ પૂર્વમાં લેન્ડ કરવાની યોજના બનાવી હતી. ભારતીય સ્પેસ એજેન્સી ઈસરો મુજબ ચંદ્રયાન- ૩ તેના નિર્ધારિત એરિયામાં લેન્ડ થયું છે.
હૈદરાબાદના એક્સડીએલઆઈએનએક્સના સૈયદ અહેમદે કહ્યું કે બંને રોવરની વચ્ચેનું અંતર લગભગ ૧૯૪૮ કિમી જેટલું છે. જયારે અન્ય જાણકાર શાનમુગા સુબ્રમણ્યમે અનુમાન લગાવ્યું કે બંને રોવર વચ્ચેનું અંતર ૧૮૯૦ કિમી જેટલું છે. આ સાથે એમણે એવું પણ જણાવ્યું હતું કે એવું પહેલી વખત બન્યું છે કે પૃથ્વીના બે રોવર ચંદ્ર પર સાથે છે.બંને રોવરની એક બીજાની સામે આવે એવી સંભાવના હાલ નહીવત જાેવા મળે છે. પ્રજ્ઞાન રોવર દક્ષિણ ધ્રુવ પાસે વિક્રમ લેન્ડરથી માત્ર ૫૦૦ મીટરના અંતરે છે.જયારે ચીનનું રોવર લેન્ડીંગ સાઈટની આસપાસ છે. પ્રજ્ઞાન રોવર ચંદ્ર પર એક દિવસ એટલે કે પૃથ્વીના ૧૪ દિવસ કામ કરશે. જયારે યુટુ-૨ ચંદ્ર પર ૨૦૧૯ થી કાર્યરત છે.
