Mutual Funds: 3 વર્ષમાં 36% સુધીનો લાભ, લાંબા ગાળાના રોકાણ માટે શ્રેષ્ઠ વિકલ્પ
- Bandhan Small Cap Fund– ડાયરેક્ટ પ્લાન
વર્ષ 2020માં લોન્ચ થયેલા આ મ્યુચ્યુઅલ ફંડે તેના રોકાણકારોને અત્યાર સુધી 36 ટકા સુધીનો રિટર્ન આપ્યો છે. જો આપણે ગયા 3 વર્ષોની વાત કરીએ તો બંધન સ્મોલ કેપ ફંડ – ડાયરેક્ટ પ્લાન પર SIP દ્વારા 36% જેટલો વ્યાજ મળ્યો છે. આ પ્રમાણે, જો કોઈએ આ ફંડમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તે 3 વર્ષમાં 2.5 લાખ રૂપિયા બની ગયાં હોત. - નિપ્પોન ઇન્ડિયા પાવર & ઈન્ફ્રા ફંડ – ડાયરેક્ટ પ્લાન
ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં રોકાણ કરવા માટે આ ફંડ એક સરસ વિકલ્પ સાબિત થઈ શકે છે. વર્ષ 2013માં લોન્ચ થયેલા આ ફંડે રોકાણકારોને અત્યાર સુધી 15% સુધીનો રિટર્ન આપ્યો છે. જ્યારે છેલ્લાં 3 વર્ષોમાં SIP દ્વારા આ ફંડે લગભગ 36% વાર્ષિક રિટર્ન આપ્યું છે. - ICICI પ્રૂડેન્શિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ – ડાયરેક્ટ પ્લાન
બેંકિંગ સેક્ટરના આ મ્યુચ્યુઅલ ફંડે ગયા 3 વર્ષોમાં SIP મારફતે રોકાણકારોને 35% જેટલો રિટર્ન આપ્યો છે. 2013 જાન્યુઆરીમાં લોન્ચ થયા પછી આ ફંડે અત્યાર સુધી લગભગ 17% વળતર આપ્યું છે.
- ફ્રેન્કલિન બિલ્ડ ઇન્ડિયા ફંડ – ડાયરેક્ટ પ્લાન
ફ્રેન્કલિન બિલ્ડ ઇન્ડિયા ફંડે વર્ષ 2013માં લોન્ચ થયા પછી અત્યાર સુધી લગભગ 22% લાંબા ગાળાનો રિટર્ન આપ્યો છે. જ્યારે છેલ્લા 3 વર્ષમાં SIP દ્વારા રોકાણકારોને આ ફંડે 34% સુધીનો વ્યાજ આપ્યો છે. - LIC MF ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ – ડાયરેક્ટ પ્લાન
જાન્યુઆરી 2013માં લોન્ચ થયેલા આ ઈન્ફ્રા સેક્ટર ફંડે રોકાણકારોને શાનદાર રિટર્ન આપ્યા છે. લોન્ચથી અત્યાર સુધી ફંડે લગભગ 16% લાંબા ગાળાનો રિટર્ન આપ્યો છે. જ્યારે છેલ્લા 3 વર્ષમાં SIP રિટર્ન પણ લગભગ 34% રહ્યો છે. આ ફંડનો એક્સપેન્સ રેશિયો માત્ર 0.50% છે.