IMF on UPI India: યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) બન્યું વિશ્વનું સૌથી મોટું રિટેલ ઇન્સ્ટન્ટ પેમેન્ટ પ્લેટફોર્મ
IMF on UPI India: ભારતના ડિજિટલ પેમેન્ટ્સ ઈકોસિસ્ટમ માટે મોટા ગૌરવની વાત એ છે કે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF)એ UPI (Unified Payments Interface)ની પ્રશંસા કરતા જણાવ્યું છે કે “ભારત હવે દુનિયાનો સૌથી ઝડપી ચુકવણી કરનાર દેશ બની ગયો છે.” IMFના તાજેતરના નાણાકીય ટેક્નોલોજી પેપર “Growing Retail Digital Payments: The Value of Interoperability” માં UPIની સફળતાને વિશ્લેષિત કરવામાં આવી છે.
2016થી શરૂ થઈ હતી યાત્રા, આજે છે ગ્લોબલ લીડર
UPIને 2016માં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. માત્ર 8 વર્ષમાં, UPIએ જે પ્રગતિ કરી છે તે ગૌરવજનક છે. લેખ અનુસાર, UPI એ આજે વિશ્વની સૌથી મોટી ઇન્ટરઓપરેબલ રિટેલ ઇન્સ્ટન્ટ પેમેન્ટ સિસ્ટમ બની ગઈ છે – એટલી જ નહીં, તો તે દર મહિને 18 અબજથી વધુ લેવડદેવડને હેન્ડલ કરે છે.
દરેક કોણે યૂપીઆઈનો ઉપયોગ
UPI દ્વારા ભારતમાં ચા દુકાનથી લઈને મોટા શોપિંગ મોલ સુધીમાં પેમેન્ટ થાય છે. IMFના મતે, “UPIના વ્યાપને કારણે દેશના તમામ વર્ગોએ રોકડના બદલે ડિજિટલ પેમેન્ટ અપનાવવાનું શરૂ કર્યું છે.” અત્યારસુધી કોઇ પણ દેશમાં ડિજિટલ પેમેન્ટને લોકલેવલ સુધી આવા પાયે પહોંચાડવાનું શક્ય બન્યું નથી.
ડેબિટ-ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ઘટ્યો
IMFના રિપોર્ટ મુજબ, UPIની લોકપ્રિયતાને કારણે ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ નોંધપાત્ર રીતે ઘટ્યો છે. લોકોએ સરળતા અને ઝડપી ટ્રાન્ઝેક્શન માટે હવે મોબાઇલ પેમેન્ટ એપ્સને પ્રાધાન્ય આપવાનું શરૂ કર્યું છે.
ઇન્ટરઓપરેબિલિટીની સફળતા
UPIની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ઇન્ટરઓપરેબલ પ્લેટફોર્મ છે – એટલે કે વિવિધ બેન્કિંગ એપ્લિકેશન અને પેમેન્ટ સેવાઓ એકબીજા સાથે સરળતાથી જોડાઈ શકે છે. IMFનું કહેવું છે કે “આ સિસ્ટમનો અર્થતંત્ર પર સીધો સકારાત્મક અસર થયો છે” અને “ડિજિટલ પેમેન્ટ્સ માટેની વૈશ્વિક દિશામાં ભારતનું નેતૃત્વ સ્થિર થયું છે.“
UPIની સફળતા માત્ર ટેક્નોલોજીની નહીં પરંતુ નાગરિકોના વિશ્વાસ અને સરળ ઉપયોગિતા પર આધારિત છે. IMFની માન્યતા એ દર્શાવે છે કે ભારત હવે ફક્ત વિકાસશીલ દેશ નથી રહ્યો, પરંતુ ફિનટેક ઇનોવેશનના મોરચે વિશ્વને માર્ગદર્શન આપનાર નેતા બની ગયો છે.