What to study for ISRO:ISRO માં કારકિર્દી કેવી રીતે બનાવવી? શા માટે ભણવું જરૂરી છે અને કઈ રીતે જોડાઈ શકાય? જાણો સંપૂર્ણ માર્ગદર્શન
What to study for ISRO:ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) એ વૈજ્ઞાનિક અને ટેકનિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છનાર યુવાઓ માટે ખૂબજ મોટું પ્લેટફોર્મ છે. ISRO ભારતની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંથી એક છે, જે ઉપગ્રહો, અવકાશ યાન અને અન્ય અવકાશ ટેક્નોલોજી વિકાસ પર કામ કરે છે. જો તમારું સપનું ISRO માં કામ કરવાનું છે, તો આ લેખ તમારા માટે માર્ગદર્શિકારૂપ સાબિત થશે.
ISRO માં પ્રવેશ માટે શા માટે ભણવું પડે છે?
ISRO માં કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ 10મું ધોરણ પાસ કર્યા પછી વિજ્ઞાન પ્રવાહ પસંદ કરવો જરૂરી છે. તેમાં ખાસ કરીને ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિત (PCM) અનિવાર્ય છે.
12મું ધોરણ પૂર્ણ કર્યા પછી વિદ્યાર્થીઓએ નીચેના વિષયોમાં B.Tech અથવા B.E. કરવું જોઈએ:
-
મિકેનિકલ એન્જિનિયરિંગ
-
ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન
-
ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ
-
કમ્પ્યુટર સાયન્સ
-
એરોસ્પેસ એન્જિનિયરિંગ
વૈજ્ઞાનિક પદો માટે, ભૌતિકશાસ્ત્ર, ગણિત, સ્પેસ સાયન્સ, અથવા ખગોળશાસ્ત્રમાં B.Sc પછી M.Sc અથવા PhD પણ કરી શકાય છે.
ISRO ની ભરતી પ્રક્રિયા કેવી છે?
ISRO જુદા જુદા ટેકનિકલ અને વૈજ્ઞાનિક પદો માટે ISRO Centralised Recruitment Board (ICRB) દ્વારા ભરતી કરે છે. પસંદગી સામાન્ય રીતે નીચે મુજબ હોય છે:
-
લેખિત પરીક્ષા
-
ઈન્ટરવ્યુ
-
કેટલાંક પદો માટે GATE સ્કોર પણ લાગુ પડે છે
તમામ નવીનતમ ભરતીની માહિતી માટે ISRO ની સત્તાવાર વેબસાઇટ જોવા યોગ્ય રહેશે – www.isro.gov.in
કઈ કોલેજોમાંથી અભ્યાસ કરવો?
ISRO માટે યોગ્ય અભ્યાસ માટે આ પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં દાખલો લઈ શકાય છે:
-
IITs (Indian Institutes of Technology)
-
NITs (National Institutes of Technology)
-
IIST (Indian Institute of Space Science and Technology), તિરુવનંતપુરમ– આ સંસ્થા ISRO હેઠળ કાર્ય કરે છે અને અહીં UG, PG તથા PhD સ્તરે અભ્યાસ પ્રદાન થાય છે.
ટિપ્સ: સફળતા માટે શું ધ્યાન રાખવું?
-
મજબૂત એકેડેમિક રેકોર્ડ (ઘણે પદો માટે ≥ 65% જરૂરી છે)
-
GATE જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી
-
ટેકનિકલ અને લોજિકલ થિંકિંગ વિકસાવવી
-
ISRO ની નોંધપાત્ર પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટ્સ વિશે જ્ઞાન હોવું