SBI Minimum Balance Rule: ખાતું ખાલી હોય તો પણ હવે ચૂકવણી નહીં થાય ચાર્જ
SBI Minimum Balance Rule: એક સમય હતો જ્યારે તમારા ખાતામાં નક્કી કરેલ લઘુત્તમ રકમ રાખી ન શકાતાં, ત્યારે બેંકો ચાર્જ વસૂલતી હતી. પરંતુ હવે આ નિયમમાં મોટો ફેરફાર આવ્યો છે. ભારતની છ મોટી બેંકોએ બચત ખાતાધારકોને રાહત આપતા લઘુત્તમ સરેરાશ બેલેન્સ ચાર્જ (AMB) નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. આ પગલાથી નાના ખાતાધારકો, વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો માટે નાણાંકીય વ્યવસ્થાપન વધુ સરળ બનશે.
કઈ બેંકોનો સમાવેશ થાય છે આ બદલાવમાં?
-
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)
SBI 2020થી લઘુત્તમ બેલેન્સ ચાર્જ વસૂલતી હતી, પરંતુ હવે તેને પણ રદ્દ કરી દીધો છે. ખાતામાં નાની રકમ હોવા છતાં હવે ચાર્જ લાગશે નહીં. -
બેંક ઓફ બરોડા (BOB)
1 જુલાઈ 2025થી, બેંક ઓફ બરોડાએ પોતાના સામાન્ય બચત ખાતા માટે લઘુત્તમ બેલેન્સ ચાર્જ હટાવ્યા છે. પ્રીમિયમ ખાતાઓ માટે હવે પણ નિયમ યથાવત છે. -
ઇન્ડિયન બેંક
7 જુલાઈ 2025થી, ઇન્ડિયન બેંકે પણ તમામ બચત ખાતાઓ પર લઘુત્તમ બેલેન્સ ચાર્જ સંપૂર્ણપણે હટાવ્યા છે. -
કેનેરા બેંક
કેનેરા બેંકે મે 2025થી પગાર ખાતા, NRI ખાતા સહિત તમામ બચત ખાતાઓ માટે લઘુત્તમ બેલેન્સ નિયમમાંથી મુક્તિ આપી છે. -
પંજાબ નેશનલ બેંક (PNB)
PNBએ પણ તેના તમામ બચત ખાતાધારકો માટે આ ચાર્જ રદ્દ કર્યો છે અને ગ્રાહકોને મોટી રાહત આપી છે. -
બેંક ઓફ ઇન્ડિયા
બેંક ઓફ ઇન્ડિયાએ જણાવ્યું છે કે, બજારની બદલાતી પરિસ્થિતિ અને નાણાંકીય સમાવેશને ધ્યાનમાં રાખીને તેઓએ લઘુત્તમ બેલેન્સ ચાર્જ દૂર કર્યા છે.
ગ્રાહકો માટે શું છે ફાયદો?
આ નિર્ણયનો સીધો લાભ તેમા લોકોને મળશે જેમના ખાતામાં ઓછું જ રહે છે અથવા ઓછા વ્યવહારો થાય છે. ખાસ કરીને ગ્રામિણ અને નોન-મેટ્રો વિસ્તારોમાં રહેલા લોકોને હવે ખર્ચની ચિંતા વિના ખાતું જાળવી રાખવાનું સરળ થશે.
લઘુત્તમ બેલેન્સ ચાર્જ હટાવવાનો આ પગલાં બેંકિંગ જગતમાં એક સકારાત્મક પરિવર્તન છે. હવે સામાન્ય વ્યક્તિ પણ ચાર્જના ડર વિના ખાતું ઓપરેટ કરી શકશે – જેનું મુખ્ય ઉદ્દેશ નાણાંકીય સમાવિષ્ટતાને પ્રોત્સાહન આપવું છે.