Kursk Governor Roman Starovoit: ભ્રષ્ટાચારના આરોપોને પગલે બરતરફ થયા બાદ, કારમાંથી મળી આવ્યો મૃતદેહ
Kursk Governor Roman Starovoit: રશિયાના ભૂતપૂર્વ પરિવહન મંત્રી રોમન સ્ટારોવોઇટેનું જીવન એકદમ દુઃખદ અંતે પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા બરતરફ કરાયેલા આ મંત્રીએ ફક્ત થોડા કલાકોમાં આત્મહત્યા કરી હતી. સ્થાનિક મીડિયા અને સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, રોમન સ્ટારોવોઇટેનો મૃતદેહ તેમની વ્યક્તિગત કારમાંથી મળી આવ્યો છે. અહેવાલો અનુસાર તેમણે પોતાને ગોળી મારીને જીવન ટૂંકાવ્યું.
સ્ટારોવોઇટેને મે 2024માં રશિયાના પરિવહન મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તે પહેલા તેઓ કુર્સ્ક પ્રદેશના ગવર્નર તરીકે લગભગ પાંચ વર્ષ સુધી રહી ચુક્યા હતા. તેમનો કાર્યકાળ દરમિયાન તેઓ વિકાસમૂકી નેતા તરીકે ઓળખાતા હતા અને ખાસ કરીને રશિયામાં માર્ગ નેટવર્કના વિકાસ માટે તેમને પ્રશંસા મળી હતી.
પરંતુ, પરિવહન મંત્રાલયના ઉડ્ડયન અને શિપિંગ વિભાગમાં બેદરકારી અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપોની પૃષ્ઠભૂમિમાં, રાષ્ટ્રપતિ પુતિને તેમને મંત્રાલયમાંથી હટાવવાનો નિર્ણય લીધો હતો. ટ્રાન્સપોર્ટ મંત્રી પદેથી તેમના બરતરફ થયાની જાહેરાત થવામાં ઘણો સમય ન લાગતા જ, તેમનું મૃતદેહ મળી આવ્યું.
સ્થાનિક સૂત્રોએ જણાવ્યું કે રોમન સ્ટારોવોઇટેનો બદલાવ પહેલા થી જ વિચારધીન હતો. સેન્ટ પીટર્સબર્ગમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય આર્થિક મંચ પહેલા આન્દ્રે નિકિતિનને નવા મંત્રી તરીકે લાવવામાં આવે તેવી સંભાવના હતી, જેને હવે કાર્યકારી પરિવહન મંત્રી તરીકે નિયુક્તિ આપવામાં આવી છે.
રશિયાની અંદર વધી રહેલા રાજકીય દબાણ અને ખાદ્ય ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર સામેની કાર્યવાહીના આ પગલાંઓ વચ્ચે સ્ટારોવોઇટેના અવસાનથી ઘણા સવાલો ઊભા થયા છે. વિશ્લેષકો માને છે કે પુરાવા અને તપાસ આગળ વધે પછી જ સ્પષ્ટ થશે કે આ આત્મહત્યા પાછળનું મૂળ કારણ શું હતું.