Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»ફેન્સને પૂછ્યું કેવું છે? બિગ બોસ OTT 2 જીત્યા બાદ એલ્વિસ યાદવે નવા ઘરની ઝલક બતાવી
    Entertainment

    ફેન્સને પૂછ્યું કેવું છે? બિગ બોસ OTT 2 જીત્યા બાદ એલ્વિસ યાદવે નવા ઘરની ઝલક બતાવી

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 29, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    એલ્વિસ યાદવે ‘બિગ બોસ ઓટીટી ૨’ માં વાઇલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે એન્ટ્રી કરી હતી.જાેકે, તે તે જ્યારે બહાર આવ્યો ત્યારે ટ્રોફી લઈને બહાર આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, તે હાલમાં સોશિયલ મીડિયા અને તેના યુટ્યુબ વ્લોગ દ્વારા તેના પર્સનલ લાઈફની ઝલક બતાવી રહ્યો છે. નવીનતમ વ્લોગમાં તેણે તેના નવા ૪ માળના મકાનની ઝલક બતાવી હતી, જે હાલમાં નિર્માણાધીન છે. એલ્વિસ યાદવે વ્લોગમાં જણાવ્યું હતું કે, બિગ બોસ જીત્યા બાદ તે પહેલીવાર તેના નવા ઘરની મુલાકાતે આવ્યો છે. તે ફેન્સે પૂછે છે કે, તેનું તૈયાર થવા જઈ રહેલુ ઘર કેવું લાગે છે? તેના છેલ્લા વ્લોગમાં, યુટ્યુબરે ફેન્સને ‘બિગ બોસ ૧૭’માં જાેડાવા અંગે સંકેત આપ્યો હતો. તેણે તેના ચાહકોને પૂછ્યું હતું કે, શું તેઓ તેને બિગ બોસના ઘરમાં જાેવા માંગે છે કે નહીં. ભૂતપૂર્વ બિગ બોસ સ્પર્ધક અને પ્રખ્યાત ટીવી પર્સનાલીટી મનુ પંજાબી સાથેની વાતચીત દરમિયાન એલ્વિસ તેના અંગત જીવન વિશે ખુલીને વાત કરી હતી.

    તેણે જણાવ્યું હતું કે, જે છોકરી તેની ગર્લફ્રેન્ડ હોવાનો દાવો કરી રહી છે તે વાસ્તવમાં તેની ગર્લફ્રેન્ડ નથી. તે જે છોકરીને ડેટ કરી રહ્યો છે તે પંજાબની છે અને તે ઈચ્છતી નથી કે, તે લાઇમલાઇટમાં આવે. એલ્વિસ આશિકા ભાટિયા સાથે વાઇલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે ‘બિગ બોસ ઓટીટી ૨’માં પ્રવેશ્યો હતો. તેણે ઓછા સમયમાં પોતાના પરફોર્મન્સ અને ફની ટોકથી દર્શકોના દિલ જીતી લીધા હતા, જેના કારણે તેને બાકીના સ્પર્ધકો કરતા વધુ વોટ મળ્યા હતા. બિગ બોસ ઓટીટી ૨’ જીત્યા બાદ એલ્વિસ યાદવને ખબર પડી કે, તેને ૧૫ મિનિટમાં ૨૮ કરોડ વોટ મળ્યા છે. રિયાલિટી શોમાં મનીષા રાની અને અભિષેક મલ્હાન સાથે તેની મિત્રતા સારી રહી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.