Reliance Industries:મુકેશ અંબાણીનો જાદુ ચાલુ, 15 દિવસમાં 1.5 લાખ કરોડ રૂપિયાનું વધારો
Reliance Industries:છેલ્લા 15 કામકાજના દિવસોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં આશ્ચર્યજનક 8% નો વધારો નોંધાયો છે. આથી કંપનીના માર્કેટ કેપમાં ₹1.5 લાખ કરોડથી વધુનો વધારો થયો છે. નિષ્ણાતો મુજબ રિટેલ અને કોમ્યુનિકેશન ક્ષેત્રોમાં કંપનીએ નોંધપાત્ર પ્રગતિ કરી છે, જે શેરબજારમાં સારી અસર લાવી રહી છે.
બ્લેકરોક દ્વારા શરૂ થયેલા મ્યુચ્યુઅલ ફંડ વ્યવસાયે પણ તેજી બતાવી છે, જેમાં NFO ને 18,000 કરોડથી વધુ સબસ્ક્રિપ્શન મળ્યું છે. આ કારણે, અન્ય ક્ષેત્રોમાં થયેલા ઘટાડા છતાં રિલાયન્સના શેરમાં સતત વૃદ્ધિ થઈ રહી છે.
17 જૂનથી 7 જુલાઇ સુધી, રિલાયન્સના શેરની કિંમત ₹1,431.30 થી ₹1,544.50 સુધી વધારી, લગભગ ₹113.20 નો વધારો નોંધાવ્યો છે. માર્કેટ કેપ ₹19,37,217 કરોડથી ₹20,90,429 કરોડ સુધી પહોંચ્યો છે.
7 જુલાઇના રોજ એક દિવસમાં શેરમાં 0.94% નો વધારો થયો હતો અને તે ₹1,541.75 પર બંધ થયો હતો. કંપનીના શેરનો 52 સપ્તાહનો સૌથી ઊંચો ભાવ ₹1,608.95 છે.