Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Cricket»વર્ષના અંતમાં ચીનમાં એશિયન ગેમ્સ-૨૩નું આયોજન બીસીસીઆઈ એશિયન ગેમ્સમાં પુરૂષ-મહિલા ટીમોને મોકલશે
    Cricket

    વર્ષના અંતમાં ચીનમાં એશિયન ગેમ્સ-૨૩નું આયોજન બીસીસીઆઈ એશિયન ગેમ્સમાં પુરૂષ-મહિલા ટીમોને મોકલશે

    Shukhabar DeskBy Shukhabar DeskJune 25, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    આ વર્ષના અંતમાં ચીનના હાંગઝોઉમાં એશિયન ગેમ્સ ૨૦૨૩નું આયોજન થવાનુ છે. આ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મોટો ર્નિણય લીધો છે. આ વખતે બીસીસીઆઈ પોતાની પુરૂષ અને મહિલા બંને ટીમોને એશિયન ગેમ્સમાં મોકલશે. એશિયન ગેમ્સમાં ક્રિકેટ ઈવેન્ટ ટી૨૦ ફોર્મેટમાં યોજવામાં આવે છે.
    એશિયન ગેમ્સ જે સમયે યોજાવાની છે તે જ સમયે ભારતમાં વનડે વર્લ્ડ કપનું પણ આયોજન કરવામાં આવશે. આવી સ્થિતિમાં પુરુષોની બી ટીમને એશિયન ગેમ્સમાં મોકલવામાં આવશે. સુત્રોના અહેવાલ મુજબ બીસીસીઆઈ આ ઈવેન્ટમાં અગ્રણી મહિલા ખેલાડીઓ સાથે મજબૂત ટીમ મોકલશે. આ વખતે એશિયન ગેમ્સનું આયોજન ૨૩ સપ્ટેમ્બરથી ૮ ઓક્ટોબર સુધી થવાનું છે. જ્યારે ૫થી ૨૩ ઓક્ટોબર દરમિયાન વર્લ્ડ કપનું આયોજન થઈ શકે છે. બીસીસીઆઈ ૩૦ જૂન પહેલા જ એ ખેલાડીઓની યાદી મોકલશે જે એશિયન ગેમ્સમાં રમવા માટે મોકલવામાં આવશે.
    આ પહેલા બીસીસીઆઈએ વર્ષ ૨૦૧૦ અને ૨૦૧૪માં રમાયેલી એશિયન ગેમ્સમાં ભારતની પુરુષ કે મહિલા ટીમને મોકલી ન હતી. ચીનના હાંગઝોઉમાં યોજાનારી એશિયન ગેમ્સના શેડ્યૂલમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૮માં જકાર્તામાં રમાયેલી એશિયન ગેમ્સમાં ક્રિકેટની ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું ન હતું. ગત વર્ષે ઈંગ્લેન્ડમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય મહિલા ટીમે ક્રિકેટ ઈવેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ મેચમાં તેને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જાેકે ટીમ સિલ્વર મેડલ જીતવામાં સફળ રહી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Sarfaraz Khan: બુચી બાબુ ટુર્નામેન્ટનો હીરો સરફરાઝ, ઈજાને કારણે હવે ટીમની બહાર

    August 31, 2025

    T20 Cricket: સલમાન નિજારે માત્ર 2 ઓવરમાં કમાલ કરી, 12 બોલમાં 11 છગ્ગા ફટકાર્યા!

    August 30, 2025

    KL Rahul Became India’s Captain? જાણો આઈસીસીનો નિયમ અને આખી વિગત

    July 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.