Laura Loomer Prediction: ટ્રમ્પ માટે પડકાર બની શકે છે નવી પાર્ટી
Laura Loomer Prediction: યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે એક મોટો રાજકીય પડકાર ઉભો થઈ શકે છે. 6 જુલાઈ 2025ના રોજ, ટેસ્લાના CEO અને દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે પોતાની નવી રાજકીય પાર્ટી “અમેરિકા પાર્ટી”ની ઘોષણા કરી હતી. આ જાહેરાત પછી રાજકીય ચર્ચાઓ અને આગાહીઓએ જોર પકડ્યું છે.
ટ્રમ્પના નજીકના સહાયક અને MAGA સમર્થક લૌરા લૂમરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક મોટી આગાહી કરી છે. લૌરાએ લખ્યું છે કે “હું આગાહી કરું છું કે ટકર કાર્લસન, માર્જોરી ટેલર ગ્રીન (MTG), અને થોમસ મેસી અમેરિકા પાર્ટીમાં જોડાશે, જેથી ટ્રમ્પને નુકસાન થઈ શકે.”
ટકર કાર્લસન એક જાણીતા રૂઢિવાદી ટીવી પત્રકાર છે, જેઓ અગાઉ પણ ટ્રમ્પ તરફી હોવાના દાવા છતાં તેમની સ્થિરતા પર શંકા કરાઈ હતી. માર્જોરી ટેલર ગ્રીન, જેને સામાન્ય રીતે MAGA નેતા માનવામાં આવે છે, તેણે ટ્રમ્પના “બિગ બ્યુટીફુલ બિલ”ની ટીકા કરી હતી અને તાજેતરમાં મસ્ક તરફ ઝૂકાવ દર્શાવ્યો હતો. થોમસ મેસી પણ મસ્કના સમર્થક છે અને તેમણે ટ્રમ્પના ખર્ચ બિલ વિરુદ્ધ મત આપ્યો હતો, જેના લીધે ટ્રમ્પે તેમને “નકામો હારેલો” કહીને ઉડાવ્યો હતો.
મસ્કે પોતાની પાર્ટી શરૂ કરીને યુએસની એકપક્ષીય રાજકીય વ્યવસ્થાને પડકાર આપ્યો છે. વર્ષ 2024માં તેમણે ટ્રમ્પ માટે મોટી આર્થિક મદદ કરી હતી, પરંતુ હવે તેઓ સ્વતંત્ર રાજકીય અવાજ ઉભો કરવા માટે આગળ વધી રહ્યા છે.
આગામી મધ્યવર્તી ચૂંટણી માટે “અમેરિકા પાર્ટી”નો પ્રવેશ રિપબ્લિકન પાર્ટી માટે ઘાતક સાબિત થઈ શકે છે, ખાસ કરીને જો તેમા જાણીતા નેતાઓ જોડાય. લૌરા લૂમરની આગાહી, ભલે તે અસત્તાવાર હોય, રાજકીય ગતિવિધિઓમાં ઉથલપાથલ લાવી શકે છે.