Nehal Modi’s Arrest: PNB કૌભાંડમાં નેહલ મોદીની ભૂમિકા ખુલ્લી થઈ, 17 જુલાઈએ થશે પ્રત્યાર્પણની સુનાવણી
Nehal Modi’s Arrest: અમેરિકામાં ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીના ભાઈ નેહલ મોદીની ધરપકડ કરવામાં આવી છે. પંજાબ નેશનલ બેંક (PNB)ના ઐતિહાસિક બેંકિંગ કૌભાંડમાં નેહલ મોદી મુખ્ય શંકાસ્પદ છે. ED અને CBI દ્વારા પ્રત્યાર્પણની માંગ સાથે, યુએસ અધિકારીઓએ 4 જુલાઈ, 2025 ના રોજ તેને ઝડપ્યો છે.
તપાસમાં સામે આવ્યું છે કે નેહલ મોદીએ પોતાના ભાઈ નીરવ મોદી માટે મોટા પાયે કાળા નાણાંને સફેદ કર્યા હતા અને તેમને વિદેશમાં ખસેડવા માટે શેલ કંપનીઓનો ઉપયોગ કર્યો હતો. ભારતમાં તેની પર મની લોન્ડરિંગ અને ગુનાહિત કાવતરાના ગંભીર આરોપો છે.
કાયદેસર કાર્યવાહી શરૂ, ભારત લાવવાની તૈયારી
નેહલ મોદીની પ્રત્યાર્પણ સુનાવણી 17 જુલાઈના રોજ અમેરિકાની કોર્ટમાં થશે. આ દિવસે સ્ટેટસ કોન્ફરન્સ યોજાશે જેમાં નેહલ મોદી તરફથી જામીનની અરજી કરી શકે છે, પરંતુ US સરકારી વકીલોએ તેના કડક વિરોધની તૈયારી બતાવી છે. ભારત સરકાર દ્વારા તેની જલદી ઘેર વાપસી માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
શેલ કંપનીઓથી નાણાં ઉધારાવવા અને છુપાવવા માટે નેહલની યુક્તિ
CBI અને EDની તપાસમાં ખુલાસો થયો છે કે નેહલ મોદીએ કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન્સ શંકાસ્પદ રીતે વિદેશી એકાઉન્ટ્સ અને શેલ કંપનીઓ મારફતે કાયમી રીતે ચલાવ્યા હતા. આ તમામ પ્રવૃત્તિઓ મની લોન્ડરિંગ કાયદા (PMLA, 2002) ની કલમ 3 અને IPC કલમ 120-B તથા 201 હેઠળ ગુનાહિત છે.
શું નેહલને લાવવાની તાકીદે શક્યતા છે?
જો કોર્ટે ભારત સરકારના દાવા માન્ય રાખે, તો નેહલ મોદીને ટૂંક સમયમાં ભારત લાવવામાં આવી શકે છે. નીરવ મોદી પહેલેથી જ લંડનમાં કાયદેસરની લડાઈ લડી રહ્યો છે. જો નેહલ મોદીનો પ્રત્યાર્પણ સફળ થાય, તો આ PNB કૌભાંડમાં નવા ખુલાસા અને મોટાં નામો બહાર આવી શકે છે.