દેશભરમાં તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે… રક્ષાબંધન પણ નજીક આવી ગઈ છે… ભાઈ-બહેન વચ્ચેના પ્રેમનો તહેવાર રક્ષાબંધનથી માર્કેટમાં છવાયેલી મંદી દુર થવાનું શરૂ થઈ જશે. વેપારીઓના અંદાજ મુજબ, રક્ષાબંધન પર ૧૦ હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ થવાનો અંદાજ છે. ઉપરાંત આ વર્ષના અંત સુધી મોટાભાગના સેક્ટરો મંદીમાંથી ઉગરી ઝગમગતા જાેવા મળશે. રક્ષાબંધનથી લઈને વર્ષના અંત સુધીમાં વિવિધ સેક્ટરોમાં તેજી જાેવા મળી શકે છે. આમ થવાથી વેપારીઓના લાભ તો થશે જ… ઉપરાંત રોજગારની તકો પણ વધશે.ગત વર્ષ માર્કેટમાં મંદી છવાયેલી જાેવા મળી હતી, તે દરમિયાન રક્ષાબંધન પર કુલ રૂપિયા ૭ હજાર કરોડનો બિઝનેસ થયો હતો, જ્યારે વર્ષ ૨૦૨૧માં ૬ હજાર કરોડ રૂપિયા બિઝનેસ થયો હતો. ૨૦૨૦ની વાત કરીએ તો રક્ષાબંધન પર્વે ૫ હજાર કરોડ, ૨૦૧૯માં ૩૫૦૦ કરોડ અને વર્ષ ૨૦૧૮માં લગભગ ૩ હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ થયો હતો. જાે કેટનું માનીએ તો દર વર્ષે રક્ષાબંધન પર્વે એક હજાર કરોડની વૃદ્ધિ થઈ રહી છે.
વેપારીઓના સંગઠન કેટના અંદાજ મુજબ આ વર્ષે રક્ષાબંધન પર કપડાં ઉદ્યોગ ઉપરાંત ઓટોમોબાઈલ, લેપટોપ, મોબાઈલ અને એફએમસીજી સેક્ટરની વસ્તુઓનો વપરાશમાં વૃદ્ધિ થશે અને આ સેક્ટરોની કામગીરી પણ ઝડપી ગતિએ આગળ વધશે.
ઉલ્લેખનિય છે કે, આ વખતે રક્ષાબંધનની ઉજવણી ૩૦ ઓગસ્ટે કરવી કે ૩૧ ઓગસ્ટના તેને લઈને મતમતાંતર સર્જાયા છે. કેટલાક જ્યોતિષીઓના મતે ૩૦ ઓગસ્ટના રાત્રે ૯ઃ૦૫થી રાત્રે ૧૦ઃ૫૫ના રાખડી બાંધવા માટે જ મુહૂર્ત છે. બીજી તરફ કેટલાક જ્યોતિષીઓનું માનવું છે કે, ધાર્મિક રીતે ૩૧ ઓગસ્ટ-ગુરુવારના આખો દિવસ રક્ષાબંધન કરી શકાશે અને સમગ્ર દિવસ શુદ્ધ છે. શક્તિપીઠ અંબાજી, ડાકોરમાં ૩૧ ઓગસ્ટના જ શ્રાવણ પૂર્ણિમા ઉજવાશે. શક્તિપીઠ અંબાજીમાં ૩૧ ઓગસ્ટે જ પૂનમ ભરવામાં આવશે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા ખાતે આવેલા પ્રસિદ્ધ દ્વારકાધિસ મંદિર ખાતે કાળિયા ઠાકોરને જનોઇ ૩૦ ઓગસ્ટના બપોરે ૧૨ બાદ બદલવામાં આવશે જ્યારે ત્યાં પૂનમ ૩૧ ઓગસ્ટ છે. આવી જ રીતે ડાકોરના રણછોડરાયજી મંદિરમાં પણ ૩૧ ઓગસ્ટના જ શ્રાવણી પૂર્ણિમા ઉજવાશે. જાેકે ગુજરાતની વાત કરીએ તો જ્યોતિષીઓ મુજબ રક્ષાબંધન ૨ દિવસ નહીં એક જ દિવસ ઉજવાશે. આ વર્ષે શ્રાવણ મહિનાની પૂણમા તિથિ ૩૦ ઓગસ્ટની સવારે ૧૦ઃ૫૮થી ૩૧ ઓગસ્ટની સવારે ૭ઃ૫૮ સુધી રહેવાની છે.
