UP primary school merger news: 50થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓ મર્જ કરાશે, NSUI શા માટે વિરોધ કરી રહ્યું છે?
UP primary school merger news:ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા લેવામાં આવેલ નવી શિક્ષણ નીતિ મુજબ, રાજ્યની એવી સરકારી શાળાઓ, જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યા 50થી ઓછી છે, તેમને નજીકની મોટી શાળાઓમાં મર્જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના મતે, આ પગલાનું મુખ્ય હેતુ છે . શિક્ષણની ગુણવત્તામાં સુધારો અને સંસાધનોનો યોગ્ય ઉપયોગ. પરંતુ NSUI (નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઑફ ઇન્ડિયા) આ નિર્ણયનો તીવ્ર વિરોધ કરી રહી છે.
સરકારે શું નિર્ણય લીધો છે?
-
રાજ્યમાં કુલ 1.40 લાખ સરકારી શાળાઓ છે.
-
તેમાથી આશરે 29,000 શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા 50 કે તેથી ઓછી છે.
-
આવી શાળાઓને 200-500 મીટર દૂર આવેલી મોટી શાળાઓ સાથે મર્જ કરવામાં આવશે.
-
સરકાર સ્પષ્ટ કરે છે કે કોઈ શાળા બંધ નહીં થાય, માત્ર સંકલન કરીને અભ્યાસનું માળખું મજબૂત બનાવવામાં આવશે.
સરકારનો દાવો: ગુણવત્તા સુધારવા માટે આવશ્યક પગલું
-
એકીકૃત શાળાઓમાં વધુ સારી માળખાગત સુવિધાઓ, બુક લાઈબ્રેરીઝ, અને અધિક ક્ષમતા ધરાવતા વર્ગખંડ ઉપલબ્ધ થશે.
-
શિક્ષક સંખ્યા અને શિક્ષણ સાધનોનો વધુ અસરકારક ઉપયોગ શક્ય બનશે.
-
આ નીતિ કેન્દ્ર સરકારની શાળા સંચાલન અને સંસાધન ઉપયોગ સુધારાની દિશામાં સહાયક છે.
NSUI શા માટે વિરોધ કરી રહ્યું છે?
-
NSUIના દાવા મુજબ, આ પગલાથી ગ્રામીણ વિસ્તારોના ગરીબ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ દુરગમ થઈ જશે.
-
શાળાની નિકટતા ન હોવાના કારણે ડ્રોપઆઉટ દરમાં વધારો થવાનો ભય છે.
-
NSUI દ્વારા વિધાનસભા સુધી વિરોધ યાત્રા યોજાઈ, જેમાં પોલીસ સાથે અથડામણ પણ જોવા મળી.
-
તેઓ કહે છે કે આ નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે, તો રાજ્યભરમાં મોટું આંદોલન કરાશે.
વિરોધના મુદ્દા: શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને અસરગ્રસ્ત?
-
89,000 થી વધુ શિક્ષકો હાલમાં 50થી ઓછી સંખ્યાવાળી શાળાઓમાં કાર્યરત છે.
-
ટીકાકારોનું કહેવું છે કે મર્જ પ્રક્રિયા બાદ 2 લાખથી વધુ શિક્ષક પદો પણ અસ્તિત્વમાં ન રહે.
-
આ પગલાથી શિક્ષિત બેરોજગાર યુવાનો માટે નોકરીની તકો ઘટશે.
-
ઘણા વિદ્યાર્થીઓ માટે પરિવહન સમસ્યા પણ મોટી પડકારરૂપ બની શકે છે.