Taiwan China tension news: ચીન સામે સંપૂર્ણ યુદ્ધ તૈયારીઓનું પ્રદર્શન
Taiwan China tension news:ચીન તરફથી સતત વધી રહેલા લશ્કરી દબાણ વચ્ચે તાઇવાને દેશભરમાં પોતાની સૌથી મોટી લશ્કરી કવાયત ‘હાન કુઆંગ 41’ શરૂ કરવાની તૈયારી કરી છે. આ 10 દિવસીય કવાયત 9 થી 18 જુલાઈ સુધી ચાલશે અને 24 કલાકની સીમ્યુલેટેડ વાસ્તવિક યુદ્ધ પરિસ્થિતિઓને આવરી લેશે.
પરંપરાગત યુદ્ધથી લઈ શહેરી સર્વાઇવલ સુધી
આ વર્ષે ‘હાન કુઆંગ’ કવાયતનો ખાસ ફોકસ માત્ર સેનાની કામગીરી પર નહિ, પરંતુ સમગ્ર નાગરિક સમુદાયની સ્થિતિસ્થાપકતા અને તત્કાળ પ્રતિસાદ ક્ષમતા પર છે. કવાયત દરમિયાન શહેરી વિસ્તારોમાં હવાઈ હુમલાની ચેતવણીઓ, ભારે સ્થળાંતર, અને મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં રક્ષણ જેવા simulated પરિસ્થિતિઓનો અભ્યાસ થશે.
ચીન સામે વ્યૂહાત્મક સંદેશ
ચીન તાઇવાનને પોતાનો ભાગ માને છે અને લાંબા સમયથી તેને પોતામાં મિલાવવાની ધમકી આપતું રહ્યું છે. તાજેતરમાં બેઇજિંગ તરફથી તાઇવાનની આસપાસ મોટી લશ્કરી કવાયતો પણ યોજાઈ છે, જેને જોયા પછી તાઇવાને સંપૂર્ણ સ્કેલ લશ્કરી તૈયારી શરૂ કરી છે.
મંત્રાલયનો દૃઢ સંદેશ:
તાઇવાનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે આ કવાયતનો મુખ્ય હેતુ છે “સંપૂર્ણ સ્પેક્ટ્રમ રક્ષણ”, જેમાં શરુઆતના ‘ગ્રે ઝોન’ દબાણથી લઈને દરિયાકાંઠા હુમલો અને શહેરી યુદ્ધ સુધીના તમામ તબક્કાઓનો સમાવેશ થાય છે.
નાગરિકો પણ તૈયાર થશે
આ કવાયતમાં ફક્ત સૈનિકો નહિ, પણ સામાન્ય નાગરિકોને પણ અચાનક હુમલાની સ્થિતિમાં પોતાનું રક્ષણ કેવી રીતે કરવું એ માટે તાલીમ આપવામાં આવશે. તાઇવાનના નેતા વિલિયમ લાઇના નાગરિક સંરક્ષણ મોડેલ મુજબ, દરેક નાગરિક આ જવાબદારીમાં ભાગીદાર બનશે.