Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Auto»Bike Taxi Rules: બાઈક ટેક્સી માટે નવું કાનૂની ફરજિયાતીકરણ
    Auto

    Bike Taxi Rules: બાઈક ટેક્સી માટે નવું કાનૂની ફરજિયાતીકરણ

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarJuly 2, 2025No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Bike Taxi Rules:  ચાલો જાણીએ બાઇક ટેક્સી અંગેના નવા નિયમો શું છે?

    Bike Taxi Rules: મોટર વ્હીકલ એગ્રીગેટર માર્ગદર્શિકામાં રાઇટ એગ્રીગેટર એપ્લિકેશન્સ માટે ઘણી માર્ગદર્શિકા લાગુ કરવામાં આવી છે. ચાલો જાણીએ બાઇક ટેક્સી અંગેના નવા નિયમો શું છે.

    Bike Taxi Rules: ક્યાંય પણ જવાનું હોય તો આજકાલ લોકો બાઈક ટેક્સીનો જોરદાર ઉપયોગ કરી રહ્યા છે. એની પાછળનું કારણ એ છે કે આમાં ભાડું સસ્તુ હોય છે અને ભારે ટ્રાફિકથી સરળતાથી બચાવીને તમને તમારા સ્થળ સુધી પહોંચાડે છે. થોડા સમયથી બાઈક ટેક્સી અંગે અફવાઓ વધી રહી હતી, પણ સરકારના નવા આદેશે આ બધું અંત કરી દીધું છે. હવે સરકારે સત્તાવાર રીતે કહી દીધું છે કે પ્રાઇવેટ મોટરસાયકલનો ઉપયોગ બાઈક ટેક્સી તરીકે થઈ શકે છે.

    મોટર વાહન એગ્રેગેટર માર્ગદર્શિકાઓમાં રાઈટ એગ્રેગેટર એપ્સ માટે અનેક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આ મુજબ રાજ્ય સરકારોને નોન ટ્રાન્સપોર્ટ મોટરસાયકલ એટલે કે પ્રાઇવેટ બાઈકને શેરડ મોબિલિટી એપ પર ચલાવવાની મંજૂરી આપી શકે છે. સરકારનું કહેવું છે કે આ પગલાથી માત્ર ટ્રાફિક અને પ્રદૂષણમાં ઘટાડો થશે નહીં, પણ બીજાઓ માટે પણ સસ્તું મુસાફરીનો વિકલ્પ મળશે.

    Bike Taxi Rules

    બાઈક ટેક્સી માટેના નવા નિયમ શું છે?

    આ નિયમ અનુસાર, રાજ્ય સરકારોએ નક્કી કરવું પડશે કે એગ્રેગેટર્સને બાઈક સર્વિસ માટે રોજબરોજ, સાપ્તાહિક કે પખવાડિયાના આધારે લાયસન્સ આપવું છે. સાથે સાથે રાજ્ય સરકારોએ એગ્રેગેટર્સ પાસેથી આ માટે ફી પણ લઈ શકે છે. આ નિર્ણય લેવા નો અધિકાર રાજ્ય સરકારને આપવામાં આવ્યો છે. જો રાજ્ય સરકાર ઇચ્છે તો આ નિયમ લાગુ થશે, નહીં તો નહીં.

    તે પહેલા કર્ણાટક સરકારે 16 જૂનથી બાઈક ટેક્સી સર્વિસ બંધ કરી દીધી હતી.

    કર્ણાટકના પરિવહન મંત્રી રામલિંગા રેડ્ડી એ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે કંપનીઓને કોર્ટના આદેશનું પાલન કરવું પડશે. રેડ્ડીએ જણાવ્યું, ‘ત્રણ મહિના પહેલા કોર્ટે નિર્ણય કર્યો હતો કે બાઈક ટેક્સી સર્વિસ અનધિકૃત છે. પહેલા કોર્ટે છ અઠવાડિયાનો સમય આપ્યો હતો અને પછી વિનંતી પર છ અઠવાડિયાનો વધુ સમય આપવામાં આવ્યો હતો. હવે 12 અઠવાડિયા પૂરા થઈ ગયા છે, કંપનીઓને હાઈકોર્ટના આદેશનું પાલન કરવું જ પડશે.’

    Bike Taxi Rules

    Bike Taxi Rules
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

    Related Posts

    Land Rover Defender ખરીદવા માટે તમારો પગાર કેટલો હોવો જોઈએ?

    July 1, 2025

    Car Tips: પેટ્રોલ-ડીઝલ કારને ઇલેક્ટ્રિકમાં બદલવું કે નવી ઇલેક્ટ્રિક કાર ખરીદવી: કયો વિકલ્પ છે વધુ ફાયદાકારક?

    July 1, 2025

    Audi Q7 Signature Edition: કારમાં કોફી બનાવવાની નવી સુવિધા

    June 30, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.