Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Auto»Vida VX2 Scooter: ત્રણે નવા રંગોમાં સસ્તા ભાવમાં લોંચ
    Auto

    Vida VX2 Scooter: ત્રણે નવા રંગોમાં સસ્તા ભાવમાં લોંચ

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarJune 29, 2025No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Vida VX2 Scooter
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Vida VX2 Scooter : 1 જુલાઈ, 2025 ના રોજ તેનું નવું સ્કૂટર VX2 લોન્ચ કરવા જઈ રહ્યું

    Vida VX2 Scooter: હીરો સબ-બ્રાન્ડ Vida 1 જુલાઈ, 2025 ના રોજ તેનું નવું સ્કૂટર VX2 લોન્ચ કરવા જઈ રહ્યું છે. કંપનીએ ઘણા ટીઝર રિલીઝ કર્યા છે, જેમાં સ્કૂટરના ફીચર્સનો ખુલાસો કરવામાં આવ્યો છે. ચાલો જાણીએ વિગતો.

    Vida VX2 Scooter: છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સેગમેન્ટ ઝડપથી વધી રહ્યું છે. હીરો મોટોકોર્પનું ઇલેક્ટ્રિક સબ-બ્રાન્ડ Vida પણ સંપૂર્ણ તૈયારી સાથે આ રેસમાં સામેલ છે. કંપની 1 જુલાઈ, 2025 ના રોજ તેનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર Vida VX2 લોન્ચ કરવા જઈ રહી છે. લોન્ચ પહેલા, Vida એ સોશિયલ મીડિયા પર ઘણા ટીઝર રિલીઝ કર્યા છે, જેમાં સ્કૂટરની કેટલીક મોટી સુવિધાઓની ઝલક આપવામાં આવી છે.

    Vida VX2માં મળશે અલગ અલગ વેરિયન્ટ અને આદુનિક ફીચર્સ

    Vida VX2 ઈલેક્ટ્રિક સ્કૂટર ઘણી વિવિધ વેરિયન્ટમાં રજૂ કરવામાં આવશે અને તેની શરૂઆતની કિંમત પેટ્રોલ સ્કૂટર કરતા પણ ઓછા હોઈ શકે છે. આવો જાણીએ Vida VX2માં કયા ખાસ ફીચર્સ મળશે અને આ સ્કૂટર ભારતીય ગ્રાહકો માટે કેટલી ઉપયોગી સાબિત થઈ શકે છે.

    Vida VX2 Scooter

    Vida VX2 ત્રણ આકર્ષક રંગોમાં આવશે

    Vida VX2 ને કંપની ત્રણ રંગોમાં લોંચ કરશે – બ્લેક, વ્હાઇટ અને રેડ. આ રંગો યુવાનો અને સ્ટાઇલ-પ્રેમી ગ્રાહકો માટે ખાસ તૈયાર કરાયા છે. સોશિયલ મીડિયા પર પ્રસારિત ટીજરમાં આ ત્રણેય રંગોની ઝલક પહેલેથી જ જોવા મળી ચૂકી છે.

    ડ્રમ અને ડિસ્ક બ્રેક વેરિઅન્ટ

    Vida VX2 માં સુરક્ષાનો ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં આવેલા ટીજર્સ પરથી જાણવા મળે છે કે આ સ્કૂટરમાં ફ્રન્ટ ડ્રમ બ્રેક અને ડિસ્ક બ્રેક બંને વિકલ્પ ઉપલબ્ધ રહેશે. આથી સ્પષ્ટ છે કે Vida VX2 વિવિધ વેરિઅન્ટમાં લોન્ચ થશે, જેમાં બેઝ મોડલમાં ડ્રમ બ્રેક અને ટોપ વેરિઅન્ટમાં ડિસ્ક બ્રેક મળશે.

    Vida VX2 PRO, PLUS, GO

    Vida કંપનીએ VX2 PRO, VX2 PLUS અને VX2 GO જેવા નામો માટે ટ્રેડમાર્ક ફાઇલ કર્યા છે. આનો અર્થ એ થઇ શકે છે કે આ વેરિએન્ટ્સમાં બેટરી સાઈઝ, મોટર પાવર, રેન્જ અને સ્પીડમાં ફરક જોવા મળશે. જેથી ગ્રાહકો પોતાની જરૂરિયાત અને બજેટ મુજબ વિકલ્પ પસંદ કરી શકે છે.

    Vida VX2 Scooter

    Vida VX2 ની કિંમત

    Vida VX2 ને કંપનીની હાલની Vida V2ની નીચે પોઝિશન કરવામાં આવશે. રિપોર્ટ્સ અનુસાર, આ સ્કૂટરની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત લગભગ ₹70,000 સુધી હોઈ શકે છે, જે તેને ભારતના સૌથી કિફાયતી ઈલેક્ટ્રિક સ્કૂટર્સમાંથી એક બનાવશે.

    કોના સામે સ્પર્ધા થશે?

    Vida VX2 લૉન્ચ થયા પછી તેનો મુકાબલો ભારતમાં પહેલાથી જ જાણીતી ઈલેક્ટ્રિક સ્કૂટર્સ જેમ કે Ather Rizta, Bajaj Chetak 3001, TVS iQube, Ola S1X અને Honda QC1 સાથે થઇ શકે છે. Vida VX2 ની કિંમત નીચી હોવાની આશા છે અને તે અનેક વેરિએન્ટમાં આવશે. આ કારણથી તે બજારમાં ઉપલબ્ધ તમામ વિકલ્પો સામે એક મજબૂત અને કિફાયતી વિકલ્પ બની શકે છે.

    Vida VX2 Scooter
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      548 કિમીની રેન્જ અને 5-સ્ટાર સેફ્ટી: જાણો MG M9 ની નવી કિંમત

      April 17, 2026

      Hyundai’s master plan: આગામી 5 વર્ષમાં 26 નવા મોડલ સાથે ભારતીય બજારમાં મચાવશે ધૂમ

      April 16, 2026

      Yamaha’s new avatar: 2026 Yamaha Fascino 125 હાઇબ્રિડ નવા લુક સાથે લોન્ચ

      April 16, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.