Windows 10: ઓક્ટોબર 2025થી Windows 10 નો સપોર્ટ બંધ
Windows 10 : જો તમે હજુ પણ Windows 10 ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. માઈક્રોસોફ્ટ ઓક્ટોબર 2025 માં Windows 10 માટે સત્તાવાર સપોર્ટ સંપૂર્ણપણે બંધ કરવા જઈ રહ્યું છે.
Windows 10 : જો તમે હજી પણ Windows 10 ઓપરેટિંગ સિસ્ટમ ઉપયોગ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વના છે. માઈક્રોસોફ્ટ ઓક્ટોબર 2025માં Windows 10 માટેનું ઓફિશિયલ સપોર્ટ સંપૂર્ણપણે બંધ કરી દેવા જઈ રહ્યું છે. આ તારીખ પછી વપરાશકર્તાઓને કોઇ સિક્યોરિટી અપડેટ કે ટેકનિકલ સહાયતા મળશે નહીં. આ બાબતે ભારત સરકારે દેશના વપરાશકર્તાઓને ચેતવણી આપી જરૂરી સલાહ પણ આપી છે.
CERT-In ની ચેતવણી શું કહે છે?
ભારત સરકારની એજન્સી ‘ઇન્ડિયન કમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમ’ (CERT-In) એ 21 જૂને એક સૂચના બહાર પાડી છે. તેમાં જણાવાયું છે કે જેમના પાસે Windows 10 ચાલતા ડિવાઇસ છે, તેમને સમયસર Windows 11 પર અપગ્રેડ કરી લેવું જોઈએ, જેથી સાયબર સિક્યોરિટી સાથે જોડાયેલા અપડેટ્સ મળતા રહે.
જો કોઈ સંસ્થા કે વ્યક્તિ તરત અપગ્રેડ નથી કરી શકતી, તો તેઓ માઈક્રોસોફ્ટની “પેડ એક્સટેન્ડેડ સિક્યોરિટી અપડેટ” સેવા વિકલ્પ તરીકે લઈ શકે છે.
Windows 10 ચાલુ રાખવાથી શું થશે?
જો કોઈ યુઝર Windows 10 પર જ રહે છે, તો તેના સિસ્ટમ પર સાઇબર હુમલાઓનો જોખમ વધી જશે. સપોર્ટ બંધ થયા પછી સુરક્ષા અપડેટ્સ ન મળવાના કારણે સિસ્ટમ નબળી પડી જશે અને હેકર્સ આવા ડિવાઇસને સરળતાથી લક્ષ્ય બનાવી શકે છે.