Trump Mobile ફોન વિશે કરવામાં આવેલા દાવા ખોટા સાબિત થયા
Trump Mobile: ટ્રમ્પ ફોન અંગે શરૂઆતમાં જે વાતાવરણ સર્જાયું હતું અને ફોનની તસવીર બતાવવામાં આવી હતી, હવે શંકા છે કે ફોન ખરેખર આવો હશે કે નહીં. કારણ કે ફોન વિશે કરવામાં આવેલા દાવા ખોટા સાબિત થઈ રહ્યા છે.
Trump Mobile: દરેક જગ્યાએ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશનના પહેલા એન્ડ્રોઇડ સ્માર્ટફોનની ચર્ચા થઈ રહી છે, પરંતુ હવે આ ટ્રમ્પ ફોનની વાર્તામાં નવા વળાંકે બધાને હચમચાવી દીધા છે. ટ્રમ્પ ફોન ‘મેડ ઇન યુએસ’ તરીકે લોન્ચ કરવામાં આવ્યો હતો પરંતુ હવે કંપનીની સત્તાવાર સાઇટ પર એક નવી ટેગલાઇન ‘પ્રીમિયમ પર્ફોર્મન્સ, ગર્વથી અમેરિકન’ દેખાય છે. આ કંઈ નથી, જે અમે તમને હવે જણાવવા જઈ રહ્યા છીએ, તે જાણ્યા પછી તમે ચોંકી જશો, ફક્ત ટેગલાઇન જ નહીં પરંતુ ફોનના ફીચર્સ વિશે કંપની દ્વારા કરવામાં આવેલા તમામ દાવા પણ હવે ખોટા સાબિત થયા છે.
અત્યારે સુધીના ઇતિહાસમાં આ પહેલો મોકો હશે જ્યારે કોઈ કંપનીએ માર્કેટમાં ફોન લોન્ચ કર્યા પછી ફોનના સ્પેસિફિકેશનમાં જ ફેરફાર કર્યો હોય, અને તે પણ ત્યારે જ્યારે ફોનની પ્રી-બુકિંગ ચાલુ હોય. જ્યારે ટ્રમ્પ ફોનને લોન્ચ કરવામાં આવ્યો હતો, ત્યારે ફોનની ડિસ્પ્લે અને રેમ વિશે જે વિગતો આપવામાં આવી હતી, તે કંપનીએ ગુપ્ત રીતે બદલી દીધી છે.
ટ્રમ્પ મોબાઇલ સ્પેસિફિકેશન્સ
ધ વર્જની રિપોર્ટ અનુસાર, જ્યારે આ ફોન લોન્ચ થયો હતો ત્યારે કહવામાં આવ્યું હતું કે આ ફોન 6.78 ઇંચ એમોલેડ સ્ક્રીન સાથે મળશે, પરંતુ હવે ઓફિશિયલ સાઇટ પર અપડેટ થયેલી માહિતી મુજબ આ ફોનમાં 6.78 ઇંચની જગ્યાએ 6.25 ઇંચની સ્ક્રીન મળશે.
ડિસ્પ્લે સિવાય રેમની વિગતોમાં પણ ફેરફાર જોવા મળ્યો છે. લોન્ચ વખતે જણાવ્યું હતું કે આ ફોન 12 જીબી રેમ સાથે આવશે, પરંતુ હવે કંપનીની સાઇટ પરથી રેમની માહિતી હટાવી દેવામાં આવી છે.