કચ્છ જિલ્લાના માંડવીના દરિયામાં નાહવા પડેલા ચાર લોકો તણાયા હોવાની ઘટના સામે આવી છે. તણાયેલા ચારમાંથી બે કિશોરના મોત થયા છે. જ્યારે એક કિશોરને બચાવી લેવાયો છે. જાે કે દરિયામાં તણાયેલ ચોથી વ્યક્તિ હજુ પણ લાપત્તા હોવાનું કહેવાય છે. બનાવની જાણ થતા જ તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.કચ્છના માંડવીમાં આવેલા દરિયા કિનારે તહેવારોની રજાઓમાં કે રવિવારના દિવસે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતા હોય છે. આ દરમિયાન તેઓ નાહવા માટે દરિયામાં ઉતરતા હોય છે, ત્યારે અનેકવાર અનિચ્છનીય ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના આજે એટલે કે રવિવારે સામે આવી છે. જેમાં દરિયામાં નાહવા પડેલા ૪ લોકો ડૂબ્યા હતા. તેમાંથી ૨ લોકોના મોત થયા છે. જ્યારે એક કિશોરને રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યો છે. તો એક વ્યક્તિ હજુ પણ લાપતા છે. જેની તંત્ર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.
