Honda Rebel 500 ખાસ રાઇડર્સ માટે ડિઝાઇન કરવામાં આવી છે
Honda Rebel 500 : હોન્ડા રેબેલ 500 ખાસ કરીને એવા રાઇડર્સ માટે ડિઝાઇન કરવામાં આવી છે જેઓ સ્ટાઇલિશ હળવી પણ શક્તિશાળી ક્રુઝર બાઇક શોધી રહ્યા છે. તેની ડિઝાઇન સંપૂર્ણપણે બ્લેકઆઉટ થીમ પર આધારિત છે. હોન્ડા રેબેલ 500 ની એક્સ-શોરૂમ કિંમત 5.12 લાખ રૂપિયા છે.
Honda Rebel 500 : હોન્ડા મોટરસાઇકલ અને સ્કૂટર ઇન્ડિયા (HMSI) એ મે 2025 માં ભારતીય બજારમાં તેની નવી ક્રુઝર બાઇક હોન્ડા રેબેલ 500 લોન્ચ કરી હતી. હવે કંપનીએ તેની સત્તાવાર ડિલિવરી પણ શરૂ કરી દીધી છે. આ બાઇક હાલમાં ફક્ત ગુરુગ્રામ, મુંબઈ અને બેંગ્લોરમાં સ્થિત હોન્ડા બિગવિંગ ડીલરશીપ પરથી જ ખરીદી શકાય છે.
પ્રીમિયમ અને શક્તિશાળી દેખાવ
Honda Rebel 500 ખાસ કરીને એવા રાઈડર્સ માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ એક સ્ટાઇલિશ, હલકી અને પાવરફુલ ક્રૂઝર બાઈકની શોધમાં છે. તેની ડિઝાઇન સંપૂર્ણ રીતે બ્લેકઆઉટ થીમ પર આધારિત છે, જે તેને પ્રીમિયમ અને શક્તિશાળી લુક આપે છે. બાઈક માત્ર Matt Gunpowder Black Metallic કલરમાં ઉપલબ્ધ છે. તેમાં 16-ઇંચના એલોય વ્હીલ્સ, ટેલિસ્કોપિક ફ્રન્ટ ફોર્ક્સ અને શોવા ટ્વિન રિયર શોક એબઝૉર્બર્સ આપવામાં આવ્યા છે.
Honda Rebel 500 ઈન્જિન
બાઈકના ઈન્જિનની વાત કરીએ તો તેમાં 471ccનું પેરલલ-ટ્વિન, લિક્વિડ-કૂલ્ડ ઈન્જિન આપવામાં આવ્યું છે, જે 8,500rpm પર 46bhp પાવર અને 6,000rpm પર 43.3Nm ટોર્ક જનરેટ કરે છે. સાથે જ, તેમાં 6-સ્પીડ ગિયરબોક્સ છે, જે સ્મૂથ અને આરામદાયક રાઇડિંગનો અનુભવ આપે છે.
Honda Rebel 500 કિંમત
હોન્ડા રેબલ 500ની એક્સ-શોરૂમ કિંમત 5.12 લાખ રૂપિયા છે. આ બાઈક સીધી રીતે રોયલ એનફિલ્ડની લોકપ્રિય બાઈક સુપર મીટ્યોર 650ને ટક્કર આપે છે. બંને બાઇક્સ ક્રૂઝર સેગમેન્ટમાં એકબીજાની મજબૂત સ્પર્ધક માનવામાં આવે છે.
Honda Rebel 500 વજન
બાઈકનું કરબ વજન 191 કિલોગ્રામ છે, જેના કારણે આ સેગમેન્ટની બીજી બાઇકોની તુલનામાં આ બાઈક હળવી છે. તેની સીટ હાઇટ 690mm છે, જેનાથી નીચી ઉંચાઈ ધરાવતા રાઇડર્સ માટે પણ આ સારી વિકલ્પ બને છે. તેમ છતાં, તેની ગ્રાઉન્ડ ક્લીયરન્સ 125mm અને ફ્યુઅલ ટાંકીની ક્ષમતા ફક્ત 11.2 લીટર છે, જે લાંબી રાઇડ્સ દરમ્યાન થોડી અસુવિધા આપી શકે છે.
Honda Rebel 500 ફીચર્સ
આમાં LCD ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ડ્યુઅલ-ચેનલ ABS અને આગળ (296mm) અને પાછળ (240mm) ડિસ્ક બ્રેક્સ જેવા એડવાન્સ ફીચર્સ આપવામાં આવ્યા છે. કુલ મળીને, હોન્ડા રેબલ 500 એવા લોકો માટે ઉત્તમ વિકલ્પ છે જે એક વિશ્વસનીય, સ્ટાઇલિશ અને પરફોર્મન્સ-ઓરિયન્ટેડ મિડ-વેઇટ ક્રૂઝર શોધી રહ્યા હોય.