વડોદરાના હરણીમાં શિવકૃપા રેસિડેન્સીમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે. જન્મદિવસની ઉજવણી માટે યુવતીએ દારૂ પાર્ટીનું આયોજન કર્યું હતું. પોલીસે ૪ યુવતી અને ૫ યુવકો સહિત ૯ની ધરપકડ કરી છે. બિયરની ૧૨ બોટલ અને દારૂની એક બોટલ સાથે ૨ એક્ટિવા બાઈક પણ જપ્ત કરાઇ છે.હાલમાં શ્રાવણ માસ નિમિતે પોલીસ સતત પેટ્રોલીંગ કરી રહી છે. એક તરફ શ્રાવણીયા જુગાર રમતા લોકોને પકડવા પોલીસ કામે લાગી છે જેની વચ્ચે હવે આ નબીરાઓને પોલીસે ઝડપી પાડ્યા છે. દારૂ પાર્ટીમાં મસગુલ આ નબીરાઓના રંગમાં પોલીસે ભંગ પાડ્યો હતો અને તમામની ધરપકડ કરી હતી.હરણી ની શિવકૃપા સોસાયટી માં ઝડપાયેલી દારૂ ની મહેફિલ જ્યાં ચાલતી હતી તે ઘરમાંજ રહેતી એક યુવતી દ્વારા દારૂની આ મહેફિલનું આયોજન કર્યું હતું, માતા પિતાના કાબુ બહાર ગયેલી આ યુવતી એ પરિવારની આબરૂ કર્યા વિના ઘરમાં પાર્ટીનું આયોજન કર્યું અને પોતાના યુવક અને મહિલા મિત્રોને બોલાવી વોડકા તથા બિયરની મજા માણી રહી હતી ત્યારેજ મહિલા ગોસાઈની આગેવાની હેઠળ પોલીસ ટિમ ત્રાટકી હતી, જેનો જન્મદિવસ હતો તે પાર્ટીની આયોજક યુવતીના પરિવારની નજીકની વ્યક્તિ એજ પોલીસને જાણ કરતા પોલીસે દરોડો પાડ્યો હતો.
હરણી પોલીસે દારૂની મહેફિલની આયોજક યુવતી અને અન્ય ત્રણ યુવતીઓ ની ધરપકડ સહિતની કાનૂની કાર્યવાહી તો કરી હતી પરંતુ તેઓની ઓળખ છતી ના થાય તેનું પૂરતું ધ્યાન રાખ્યું હતું, પોલીસે સત્તાવાર રીતે આ મહેફિલ ઝડપાઇની જાહેરાત કરતી પ્રેસ નોટ તો જારી કરી હતી પરંતુ પ્રેસનોટ માં પણ આરોપી યુવતીઓના નામ નહોતા માત્ર ૫ યુવક આરોપીઓ નાજ નામ જાહેર કરાયા હતા. પકડાયેલા યુવકોમાં જયકુમાર પ્રવવણભાઇ કહાર, ફરતેશકુમાર શકંરભાઇ કહાર, અભિષેક ફદનેશભાઇ વનકમ, ઈશાનકુમાર પટેલ, ભાવવનકુમાર હરેશભાઇ સોલંકી તથા ચાર યવુતીઓ સામેલ છે.
