Astronaut Shubhanshu Shukla પ્રથમ ભારતીય અવકાશયાત્રી તરીકે ઇતિહાસ રચ્યો
Astronaut Shubhanshu Shukla: આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) ની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય અવકાશયાત્રી તરીકે ઇતિહાસ રચતા પહેલા, શુભાંશુ શુક્લાએ તેમની પત્ની કામના માટે એક ભાવનાત્મક નોંધ લખી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે.
Astronaut Shubhanshu Shukla: રાહ આખરે પૂરી થઈ ગઈ! ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને તેમના ત્રણ સાથીઓ બુધવારે બપોરે 12:01 વાગ્યે ફ્લોરિડામાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટર ખાતે લોન્ચ કોમ્પ્લેક્સ 39A થી એક્સિઓમ-4 મિશન પર આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) માટે રવાના થયા છે.
આ મિશન ભારતના અવકાશ ઇતિહાસમાં એક નવો સીમાચિહ્નરૂપ સાબિત થશે. ISS ની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય અવકાશયાત્રી તરીકે ઇતિહાસ રચતા પહેલા, શુભાંશુ શુક્લાએ તેમની પત્ની કામના માટે એક ભાવનાત્મક નોંધ લખી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે.
લૉન્ચ પહેલાં શુભાંશુ શુક્લાએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, “25 જૂનની સવાર અમે આ ગ્રહ છોડવાની યોજના બનાવી રહ્યા છીએ. હું આ મિશનમાં જોડાયેલા તમામ લોકોને તેમના સપોર્ટ માટે આભાર માનવા માંગું છું, સાથે જ ઘરમાં રહેલા બધા લોકોને તેમના આશીર્વાદ અને પ્રેમ માટે આભાર.”