Salman Khan Bulletproof Car સ્પેસિફિકેશન્સ અને સુરક્ષા ફીચર્સ
Salman Khan Bulletproof Car: સલમાન ખાન પાસે અન્ય બુલેટપ્રૂફ કાર પણ છે, જેમાંથી એક ટોયોટા લેન્ડ ક્રુઝર LC200 છે. આ SUV તેની મજબૂત બોડી અને શાનદાર ઓફ-રોડિંગ ક્ષમતા માટે જાણીતી છે.
Salman Khan Bulletproof Car: બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન હંમેશા ચર્ચામાં રહેતા રહ્યા છે. હવે એક્ટર પોતાની બુલેટપ્રૂફ લક્ઝરી SUVને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં સલમાન ખાનએ કરોડો રૂપિયાની કિંમતવાળી મર્સિડીઝ મેબેક GLS600 SUV ખરીદી છે. આ કારની દિલ્લી માં કિંમત અંદાજે 3 કરોડ 90 લાખ રૂપિયા છે. સોશિયલ મીડિયા પર સલમાન ખાનની એક પોસ્ટ વાયરલ થઇ છે, જેમાં એક્ટર મર્સિડીઝ કારમાં સ્પોટ થયા છે.
સલમાનની કારમાં આ ફીચર્સ મળે છે:
મર્સિડીઝ મેબેક GLS600 એક પરફોર્મન્સ અને લક્ઝરીથી ભરપૂર SUV છે, જેમાં 4.0 લિટર V8 બિટર્બો હાઇબ્રિડ એન્જિન છે. આ એન્જિન 557 PS પાવર અને 730 Nm ટોર્ક જનરેટ કરે છે, જ્યારે માઇલ્ડ હાઇબ્રિડ સિસ્ટમ એમાં વધારાથી 22 PS અને 250 Nm ની શક્તિ ઉમેરે છે.
આમાં 9-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે 4MATIC ઓલ-હીલ ડ્રાઈવ સિસ્ટમ પણ છે. આની કિંમત 3.35 કરોડ થી 3.70 કરોડ રૂપિયા (એક્સ-શોરૂમ) વચ્ચે છે.
આ SUV ના ઈન્ટિરીયરમાં લાઉન્જ સ્ટાઇલ સીટ્સ, પેનોરામિક સનરુફ, રિયર-સીટ એન્ટરટેઇનમેન્ટ સિસ્ટમ, કોમ્પેક્ટ રેફ્રિજરેટર, બર્મેસ્ટર સાઉન્ડ સિસ્ટમ અને વર્ચ્યુઅલ અસિસ્ટન્ટ જેવા પ્રીમિયમ ફીચર્સ છે, જે તેને એક ખૂબ જ વૈભવી અનુભવ બનાવે છે.
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી એક તસ્વીરમાં જોવા મળ્યું કે સલમાન ખાન મર્સિડીઝ મેબેક GLS600 SUV ની ફ્રન્ટ પેસેન્જર સીટ પર બેઠા છે. આ પોસ્ટમાં જણાવાયું છે કે આ તેમની નવી મર્સિડીઝ-બેંઝ GLS600 SUV છે.