Password Leak: 90% લોકો ગુગલના આ ફીચર વિશે જાણતા નથી.
Password Leak: શું તમે પણ તમારો પાસવર્ડ લીક થવાથી ચિંતિત છો? તો તમે આ વિશે સરળતાથી જાણી શકો છો, ગુગલ પાસે એક ટૂલ છે જે તમને આ વિશે માહિતી આપી શકે છે. આ ટૂલ કયું છે અને તે તમને કેવી રીતે મદદ કરશે? આજે અમે તમને આ વિશે માહિતી આપીશું.
Password Leak: જેમ ઘરની સુરક્ષા માટે તાળો લગાડીએ છીએ, તેમ જ આપણા એકાઉન્ટની સુરક્ષા માટે મજબૂત પાસવર્ડ લગાડવો જરૂરી છે. પણ થોડા સમય પહેલા 16 અબજ પાસવર્ડ લિક થયા હોવાની ખબર સામે આવી હતી, જેના કારણે લોકોમાં ચિંતાનું વાતાવરણ બની ગયું હતું. ચિંતા છોડો અને એલર્ટ થઈ જાઓ! અમે આજે તમને Google ના એક એવા ટૂલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે ઘણા લોકો જાણતા હોય, પણ હજુ પણ ઘણા યુઝર્સ આ ટૂલ વિશે અજાણ્યા છે.
ગૂગલનું આ ટૂલ અથવા ફીચરનું નામ છે Google Password Checkup. જેમ ડોક્ટર બીમારી શોધવા માટે ચેકઅપ કરે છે, તેમ જ ગૂગલનું આ ટૂલ સતત ચેક કરે છે કે તમારા પાસવર્ડ લિક તો નથી થયો. જો ક્યારેય પાસવર્ડ લિક થાય તો ગૂગલનું આ ટૂલ તરત જ તમને એલર્ટ કરે છે.
આ ફીચર વિશે એક મહત્વની વાત તે છે કે ગૂગલનું આ ટૂલ તમને ત્યારે જ એલર્ટ કરતું હશે જ્યારે તમે તમારું પાસવર્ડ ગૂગલ પાસવર્ડ મેનેજરમાં સેફ કરી દીધું હોય. સરળ ભાષામાં કહીએ તો, જો તમે મહત્વના પાસવર્ડ્સ Google Password Managerમાં સેવ કર્યા હોય, તો કોઈ ડેટા બ્રીચ (પાસવર્ડ લીક) થાય ત્યારે તમને તરત જ એલર્ટ મળશે.
પાસવર્ડ મેનેજરમાં પાસવર્ડ કેવી રીતે સેવ કરવો?
લૅપટૉપ કે ડેસ્કટૉપ પર Google Chrome ખોલો, પછી જમણી બાજુમાં આવેલા ત્રણ ડોટ્સ (મેનુ) પર ક્લિક કરો અને “Passwords and Autofill” વિકલ્પ પર જાઓ. આ વિકલ્પ પર ક્લિક કરતાં જ તમને Google Password Managerનો વિકલ્પ દેખાશે.
આ વિકલ્પ પર ક્લિક કર્યા પછી, તમને ડાબી બાજુમાં “Passwords”, “Checkup” અને “Settings” વિકલ્પ દેખાશે. પાસવર્ડ સેવ કરવા માટે, તમે “Passwords” વિકલ્પ પર ક્લિક કરી “Add” બટન દબાવી શકો છો. જો તમે પહેલા પાસવર્ડ સેવ કર્યા છે, તો “Checkup” વિકલ્પ પર ક્લિક કરીને ચકાસણી કરી શકો છો.
આ ટૂલ કરશે ચેકઅપ
ચેકઅપ પર ટૅપ કર્યા પછી, તમને “Compromised Passwords” માં દેખાશે કે તમારો પાસવર્ડ લીક થયો છે કે નહીં. તે ઉપરાંત, ગૂગલનું આ ટૂલ તમને આ પણ જણાવી જશે કે તમે કયા એપ માટે નબળો પાસવર્ડ બનાવ્યો છે. તેમજ, ગૂગલનું આ ફીચર તમને આ જાણકારી પણ આપે છે કે તમે એક જ પાસવર્ડ કયા કયા અકાઉન્ટ માટે ઉપયોગ કર્યો છે.