કચ્છના માંડવીમાં ગઇ કાલે રાતે દેના બેંક પાસેથી પસાર થતા દરમિયાન વેપારી સાથે લૂંટ થઇ હતી. પોલીસ તપાસમાં દાગીના ભરેલો એક થેલો પણ મળી આવ્યો છે. ગઇ કાલે ૨ શખ્સો એક વેપારી પાસેથી દાગીનાનો થેલો લૂંટીને ફરાર થયા હતા. થેલામાં અંદાજિત ૫૦ લાખના દાગીના હોય તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.મહત્વનું છે, પોલીસની શોધખોળમાં દાગીના ભરેલો એક થેલો મળી આવ્યો છે.
હાલ, તો પોલીસે ફરાર ૨ શખ્સોની શોધખોળ હાથ ધરી છે. સરેઆમ આ પ્રકારે વેપારી સાથે લૂંટની ઘટના બની હતી. તો, તસ્કરોના વધતા ત્રાસ સામે પોલીસ કડક પગલાં લે તેવી માગ કરાઈ છે.તો આ તરફ સુરતના પલસાણામાં લોખંડના જેક અને પાટાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. આશાપુરા સિમેન્ટ આર્ટિકલ બનાવતી ફેક્ટરીમાં લાગેલા CCTVમાં બે ચોર દેખાયા હતા. ફેક્ટરી માલિકે ચોરી અંગે પલસાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પલસાણા પોલીસે CCTVના આધારે બંને તસ્કરોને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
