લોકસભા ચૂંટણીને હલે ગણતરીના મહિનાઓ જ બાકી છે ત્યારે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવવા લાગ્યો છે. એક તરફ બીજેપીમાં આંતરિક જૂથવાદ સામે આવી રહ્યો છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી પણ તૂટી રહી છે. તાજેતરમાં ઘણા આપ નેતા કોંગ્રેસમાં જાેડાયા હતા. આજ કેટલીક તસવીરો સામે આવી છે જેના કારણે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
થરાદ ખાતે યુવરાજસિંહ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહને મળ્યા હતા. મુલાકાત બાદ યુવરાજસિંહ જાડેજાએ કોંગ્રેસના નેતાઓ સાથે ભોજન પણ લીધું હતું.
તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા યુવરાજસિંહ જેલવાસ ભોગવી ચૂક્યા છે. જેલમાંથી બહાર આવ્યા બાદ તેમણે એક ઈન્ટરવ્યૂમાં એમ પણ કહ્યું હતું કે, જેલવાસ દરમિયાન મને અમારી પાર્ટી તરફથી જાેઈએ તેટલો સહયોગ નહોતો મળ્યો. તે સમયે જગદીશ ઠાકોર મારા સંપર્કમાં હતા.તો બીજી તરફ યુવરાજસિંહ આમ આદમી પાર્ટીમાંથી વિધાનસભાની ચૂંટણી લડવાની હતા, પરંતુ છેલ્લે કોઈ કારણસર લડ્યા નહોતા. આ મુલાકાતથી યુવરાજસિંહ કોંગ્રેસમાં જાેડાશે તેવી ચર્ચાએ જાેર પકડ્યું છે. જાે કે,આ મુલાકાત અંગે યુવરાજસિંહનું કોઈ નિવેદન સામે આવ્યું નથી. પરંતુ તેમની મુલાકાતથી અનેક અટકળો વહેતી થઈ છે.
