Electric Scooter: ૧ લાખ રૂપિયાના ઇલેક્ટ્રિક સ્કૂટર તરફ ગ્રાહકોનો ધસારો
Electric Scooter: ભારતમાં ઇલેક્ટ્રિક સ્કૂટરની વધતી માંગ વચ્ચે, એક મોડેલની ખૂબ માંગ છે. તે ઘણા મહિનાઓથી સૌથી વધુ વેચાતું ઇલેક્ટ્રિક સ્કૂટર રહ્યું છે. કંપનીએ ૧૩ મહિનામાં ૩ લાખ યુનિટ વેચ્યા છે.
Electric Scooter: ટીવીએસે માત્ર ૧૩ મહિનામાં તેના આઇક્યુબ ઇલેક્ટ્રિક સ્કૂટરના ૩ લાખ યુનિટ વેચ્યા છે. આનાથી આઇક્યુબની વધતી માંગનો ખ્યાલ આવે છે, જે સતત બે મહિનાથી ભારતનું નંબર ૧ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર રહ્યું છે. આઇક્યુબ ઇલેક્ટ્રિક સ્કૂટર ૩ વેરિઅન્ટ અને ૯ કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે. તેમાં ફ્રન્ટ ડિસ્ક અને રીઅર ડ્રમ બ્રેક્સ સાથે બંને વ્હીલ્સ માટે સંયુક્ત બ્રેકિંગ સિસ્ટમ છે.
iQube ભારતીય બજારમાં બજાજ ચેતક, ઓલા S1 સિરીઝ, એથર 450 સિરીઝ અને હીરો વિડા V1 જેવા ઇલેક્ટ્રિક સ્કૂટરોને ટક્કર આપે છે. iQubeની એક્સ-શોરૂમ કિંમત 96,278 રૂપિયા થી શરૂ થાય છે. TVSએ ભારતમાં iQube ઇલેક્ટ્રિક સ્કૂટરની અપડેટેડ રેન્જ લોન્ચ કરી છે અને હવે ગ્રાહકો પાસે પસંદગી માટે ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. આ મોડલ્સ બેટરી ક્ષમતા પ્રમાણે અલગ-અલગ છે.
iQubeનું બેઝ મોડેલ
TVS iQubeનું બેઝ મોડેલ બે બેટરી વિકલ્પોમાં આવે છે, જેમાં 2.2 kWh અને 3.4 kWhના વિકલ્પો છે. બંનેમાં 4 kWની મోటર હોય છે. નાની બેટરીવાળું મોડેલ 75 કિમી પ્રતિ કલાકની ટોચની ઝડપ અને 75 કિમીની રેન્જ આપે છે. જ્યારે 3.4 kWh વર્ઝન 78 કિમી પ્રતિ કલાકની ઝડપ અને 100 કિમીની રેન્જ આપે છે. નાની બેટરીને ચાર્જ થવામાં 2 કલાક લાગે છે અને મોટી બેટરીને 4 કલાક 30 મિનિટ લાગે છે.
ફીચર્સની વાત કરીએ તો બેઝ મોડેલમાં ફુલ LED લાઈટિંગ, 5 ઇંચ TFT સ્ક્રીન છે જેમાં સ્માર્ટફોન કનેક્ટિવિટી, OTA અપડેટ્સ, ટર્ન-બાય-ટર્ન નાવિગેશન, કોલ/SMS એલર્ટ્સ, પાર્ક આસિસ્ટ, ડિસ્ટન્સ ટુ એમ્પ્ટી, ઇકોનોમી અને પાવર જેવા બે રાઇડ મોડ્સ, જીઓ-ફેન્સિંગ, એન્ટી-થિફ્ટ એલર્ટ, લાઈવ ઇન્ડિકેટર સ્ટેટસ, ક્રેશ અને ફોલ એલર્ટ અને USB ચાર્જિંગ પોર્ટ જેવા ફીચર્સ મળે છે.
iQube નું બીજું મોડેલ
iQube S માં 3.4 kWh બેટરી અને 4.4 kW મોટેર આપવામાં આવી છે. આ સેટઅપ 100 કિમીની રેન્જ અને 78 કિમી પ્રતિ કલાકની ટોચની ઝડપ આપે છે. તેની કુલ ચાર્જિંગ ટાઈમ 4 કલાક 30 મિનિટ છે. તેના ફીચર્સમાં 7 ઇંચની TFT સ્ક્રીન, વિકલ્પોને ટૉગલ કરવા માટે HMI જૉયસ્ટિક, ફ્લિપ કી અને સ્ટાન્ડર્ડ iQube ના બધા ફીચર્સ શામેલ છે.
iQube નું ટોપ મોડેલ
iQube ST સૌથી ટોપ-સ્પેસ મોડેલ છે, જેમાં બે બેટરી પેક વિકલ્પો છે, 3.4 kWh અને 5.1 kWh. બંને 4.4 kW મોટેર સાથે જોડાયેલા છે. ST નું નાનું બેટરી પેક 100 કિમીની રેન્જ અને 78 કિમી પ્રતિ કલાકની ઝડપ આપે છે, જ્યારે મોટું બેટરી પેક 150 કિમીની રેન્જ અને 82 કિમી પ્રતિ કલાકની ટોચની ઝડપ આપે છે. ફીચર્સની વાત કરીએ તો iQube ST માં 7 ઇંચની ટચસ્ક્રીન TFT, ટર્ન-બાય-ટર્ન નાવિગેશન, કોલ/SMS નોટિફિકેશન, ડોક્યુમેન્ટ સ્ટોરેજ, મ્યૂઝિક કન્ટ્રોલ, સોશિયલ મિડિયા નોટિફિકેશન, ચાર ક્લસ્ટર થીમ્સ, OTA અપડેટ્સ અને iQube S ના બધા ફીચર્સ શામેલ છે.