Maruti Suzuki Swift ને ખરીદવા માટે શોરૂમમાં લાંબી લાઇન
Maruti Suzuki Swift: મારુતિ સુઝુકી સ્વિફ્ટ 20મી વર્ષગાંઠ: ફક્ત ભારતમાં જ 30 લાખથી વધુ મારુતિ સ્વિફ્ટ વેચાઈ છે અને ગ્રાહકો આ કારને ખૂબ પસંદ કરી રહ્યા છે.
Maruti Suzuki Swift: મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ (MSIL) આજે તેની ખૂબ જ લોકપ્રિય સ્પોર્ટી પ્રીમિયમ હેચબેક – મારુતિ સુઝુકી સ્વિફ્ટની 20મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે. મે 2005માં સૌપ્રથમ રજૂ કરાયેલી સ્વિફ્ટે એક મોટો સીમાચિહ્ન હાંસલ કર્યો છે. સ્પોર્ટી પ્રદર્શન, મજબૂત ડિઝાઇન અને સેગમેન્ટ-ફર્સ્ટ સુવિધાઓ આ કારને એટલી લોકપ્રિય બનાવે છે.
ભારતમાં વેચાયેલી કારના યૂનિટ્સ
ભારતમાં મારુતિ સ્વિફ્ટનાં 3 મિલિયનથી વધુ યુનિટ્સ વેચાઈ ચૂક્યાં છે અને ગ્રાહકો આ કારને ખૂબ પસંદ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સ્વિફ્ટએ દરેક નવા મોડલ સાથે નવા ધોરણ સ્થાપિત કર્યા છે. કાર અગાઉની તુલનામાં વધુ સુરક્ષિત અને ડિઝાઇનમાં વધુ સ્ટાઇલિશ અને બોલ્ડ બની ગઈ છે.
આજ, આ કાર પોતાના સેગમેન્ટમાં 31%નો બજાર હિસ્સો ધરાવે છે અને MSILની વેચાણમાં 10%થી વધુનું યોગદાન આપે છે. જો તમને સારું માઇલેજ અને રિફાઇન્ડ પરફોર્મન્સ જોઈએ તો તમે મારુતિ સ્વિફ્ટ પર સંપૂર્ણ ભરોસો કરી શકો છો.