Hero Vida Vx2 Baas: ઇલેક્ટ્રિક વાહનોમાં નવી સગવડ, હવે બેટરીના ભાવની ચિંતા નહિ
Hero Vida Vx2 Baas: હીરો મોટોકોર્પ ટૂંક સમયમાં તેનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર Vida VX2 લોન્ચ કરવા જઈ રહ્યું છે, આ સ્કૂટરની સૌથી ખાસ વાત એ છે કે તે BaaS (બેટરી-એઝ-એ-સર્વિસ) મોડેલ સાથે લોન્ચ કરવામાં આવશે. કંપની ગ્રાહકો માટે ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનું સસ્તું બનાવવા માંગે છે, તેથી જ કંપની સબ્સ્ક્રિપ્શન આધારિત મોડેલ લાવશે.
Hero Vida Vx2 Baas: હીરો મોટોકોર્પ લોકોને ઇલેક્ટ્રિક સ્કૂટરને વધુ કિફાયતી બનાવવા માટે તૈયાર છે. કંપનીનું ઇલેક્ટ્રિક મોબિલિટી બ્રાન્ડ Vida આગામી મહિને નવું ઇલેક્ટ્રિક સ્કૂટર Vida VX2 લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ સ્કૂટરની ખાસિયત એ છે કે કંપની તેને સબ્સ્ક્રિપ્શન આધારિત બેટરી ઓપ્શન સાથે બજારમાં લાવશે. હજી સુધી માત્ર ઇલેક્ટ્રિક કાર માટે BaaS (Battery as a Service) પ્રોગ્રામનો લાભ મળતો હતો, પરંતુ હવે પહેલીવાર કોઈ ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર કંપની બેટરી રેન્ટલ પ્રોગ્રામ સાથે સ્કૂટર વેચશે.
બેટરી રેન્ટ પર મળશે
BaaS નો અર્થ છે Battery-as-a-Service. જો કંપની આ વિકલ્પ સાથે સ્કૂટર લોન્ચ કરે છે, તો તેનો અર્થ એ થશે કે સ્કૂટરની કિંમતમાંથી બેટરીનો ખર્ચ કમી થશે, જેનાથી સ્કૂટર ખરીદવો વધુ સરળ બનશે. સ્કૂટર અને બેટરીને એક સાથે ખરીદવાની જગ્યાએ તમે આ સ્કૂટરને બેટરી રેન્ટલ સાથે ખરીદી શકશો.
સબ્સ્ક્રિપ્શન મોડલ ડિઝાઇન કરવાનો મુખ્ય ઉદ્દેશ સ્કૂટર ની કિંમત ઘટાડવાનો છે. બેટરી સાથે જોડાયેલા ખર્ચને તમે સરળતાથી માસિક પેમેન્ટ દ્વારા ચુકવી શકશો. તમે તમારા બજેટ અને ઉપયોગ મુજબ સબ્સ્ક્રિપ્શન પ્લાન પસંદ કરી શકશો. સબ્સ્ક્રિપ્શન પ્લાનની કિંમત વિશેની માહિતી 1 જુલાઇથી જાહેર થશે.
આ સ્કૂટરને પહેલેથી જ જોવા મળ્યું છે જેમાં V2 મોડલ જેવો નાનો TFT ડિસ્પ્લે અને સ્વીચ ગિયર જોવા મળ્યા હતા. લીક્સ અનુસાર, આ આગામી ઇલેક્ટ્રિક સ્કૂટર એલોય વ્હીલ્સ સાથે લોંચ થઈ શકે છે. કંપની પાસે 100થી વધુ શહેરોમાં 3600થી વધુ ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન અને 500 સર્વિસ પોઇન્ટ્સ ઉપલબ્ધ છે.
આ સ્કૂટર્સ સાથે મળશે સ્પર્ધા
આ સ્કૂટર માટે બુકિંગ અને ડિલિવરી અંગે અત્યાર સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, પણ મીડિયા રિપોર્ટ્સ અનુસાર કંપની લોન્ચ પછી આ સ્કૂટરના બુકિંગ શરૂ કરી શકે છે. Hero Vida VX2ની સ્પર્ધા Bajaj Chetak 300, TVS iQube અને Ola S1 Air જેવા મોડેલ્સ સાથે થવાની શક્યતા છે.