T1 Smartphone પ્રીમિયમ ફોન, પરંતુ શું એ અમેરિકન બનાવટનો છે?
T1 સ્માર્ટફોન: ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશન દ્વારા $499 માં T1 સ્માર્ટફોન લોન્ચ કરવાનો દાવો કરવામાં આવ્યો છે, જે આઇફોન સાથે સ્પર્ધા કરશે. કંપનીએ તેને મેડ ઇન યુએસએ નામ આપ્યું છે. અહીં જાણો શક્તિશાળી ફીચર્સવાળા આ T1 ફોન વિશે સત્ય શું છે.
T1 Smartphone: ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશન દ્વારા તાજેતરમાં જાહેરાત કરવામાં આવી છે કે તે મોબાઇલ ફોન સેવા શરૂ કરશે અને તેની સાથે એક નવો સ્માર્ટફોન પણ લોન્ચ કરવામાં આવશે. તેની કિંમત $499 (લગભગ રૂ. 41,000) હશે. આ ફોનનું નામ T1 ફોન છે. તેમાં કેટલાક ફીચર્સ હોઈ શકે છે જે એપલના ટોચના આઇફોન મોડેલ કરતા વધુ સારા માનવામાં આવે છે.
વૉલ સ્ટ્રીટ જનરલની રિપોર્ટ્સ અનુસાર, આ ગોલ્ડન એન્ડ્રોઇડ ફોન અમેરિકામાં જ ડિઝાઇન અને તૈયાર કરવામાં આવ્યો છે. પણ પ્રશ્ન એ ઉઠે છે કે આ કેવી રીતે શક્ય છે? આવા અનેક પ્રશ્નોના જવાબ તમને અહીં મળશે.
અમેરિકામાં ફોન બનાવવો એટલો સરળ નથી
જ્યારે એપ્રિલમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચીન પર ભારે ટેરિફ લગાવ્યા હતા, ત્યારે ઘણા નિષ્ણાતોએ જણાવ્યું હતું કે અમેરિકા માટે ચીન જેવા મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ તૈયાર કરવા વર્ષો અને અબજોને ખર્ચ લાગશે. અમેરિકા માં મજૂરી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ ખૂબ વધારે છે, જેના કારણે ફોનની કિંમત પણ ઘણી વધશે. જોકે, ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશનના પ્રવક્તાએ જણાવ્યું કે ફોનની મેન્યુફેક્ચરિંગ અલબામા, કેલિફોર્નિયા અને ફ્લોરિડામાં થશે.
પણ રિપોર્ટ મુજબ, ટ્રમ્પના પુત્ર એરિક ટ્રમ્પએ પોતે જણાવ્યું કે પ્રારંભિક ફોન્સ અમેરિકા માં બનાવાશે નહીં. તેમણે કહ્યું, “અમે અમેરિકામાં ફોન બનાવી શકીએ છીએ અને ભવિષ્યમાં બધા ફોન અહીં બનાવશું. અમારે મેન્યુફેક્ચરિંગ પાછું અમેરિકા લાવવું છે.”
આનો અર્થ એ છે કે શરૂઆતમાં ફોન શક્યતઃ ચીનમાંથી જ આવશે, કારણ કે આ કિંમતે માત્ર Xiaomi, Oppo જેવા બ્રાન્ડ્સ જ એટલા શક્તિશાળી ફીચર્સ આપી શકે છે.
T1 ફોનના ફીચર્સ આપશે એપલ આઇફોનને ટક્કર?
- ટ્રમ્પ ફોનના ફીચર્સની વાત કરીએ તો આ ફોનમાં ડિસ્પ્લે આઇફોન 16 જેટલી હોઈ શકે છે. T1 ફોનમાં 6.8 ઇંચની AMOLED ડિસ્પ્લે હશે, જે 120Hz રિફ્રેશ રેટ આપશે.
- બેટરીની વાત કરીએ તો તેમાં 5000mAhની બેટરી મળી શકે છે, જ્યારે iPhone 16 Pro Max માં લગભગ 4676mAh બેટરી હોય છે.
- T1માં 12GB RAM આપવામાં આવી રહી છે, જ્યારે આઇફોનમાં મહત્તમ 8GB RAM હોય છે.
- T1માં તમને 256GB ઈન્ટરનલ સ્ટોરેજ સાથે એક્સપેન્ડેબલ સ્લોટ પણ મળશે, જે એપલના આઇફોનમાં નથી.
- ટ્રમ્પ ફોન ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફીમાં આઇફોન કરતા વધુ સારો હોઈ શકે છે. તેમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો અને 16MPનો સેલ્ફી કેમેરો મળશે, જ્યારે iPhone હજુ સુધી મહત્તમ 48MPનો કેમેરો જ આપે છે.
- ટ્રમ્પ ફોનમાં 3.5mm હેડફોન જૅક પણ મળશે, જે એપલએ 2017માં આઇફોનમાંથી હટાવી દીધો હતો.
- સ્ક્રીનના અંદર ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવશે, જે એપલે હજુ સુધી પોતાની ડિવાઇસમાં નહીં આપ્યો.
- પ્રોસેસર વિશે હજુ કોઈ માહિતી આપવામાં આવી નથી. મોટાભાગના શક્તિશાળી ચિપસેટ્સ તાઈવાન અથવા ચીનમાંથી જ આવે છે.
Made in USA સ્માર્ટફોન કેટલો શક્ય છે?
જૉન્સ હોપકિન્સ યુનિવર્સિટીના પ્રોફેસર Tinglong Dai ના અનુસાર, આ સમય દરમિયાન અમેરિકા માટે સ્ક્રીન, કેમેરા, બેટરી, મેમરી જેવી વસ્તુઓ બનાવવી અસંભવ છે. તેમનું અનુમાન છે કે આવી સ્ટ્રક્ચર તૈયાર કરવામાં ઓછામાં ઓછા 5 વર્ષ લાગશે. હાલ અમેરિકાનું ધ્યાન સેમિકન્ડક્ટર્સ અને મેડિકલ ડિવાઇસિસ પર છે, ન કે સ્માર્ટફોન બનાવવામાં.
ટ્રમ્પનો $499 વાળો T1 ફોન ફીચર્સમાં શક્તિશાળી લાગી રહ્યો છે, પણ Made in USA હોવાનો દાવો હજુ થોડો દૂર જણાય છે. શરૂઆતમાં ફોન શક્યતઃ ચીનમાંથી જ બનાવાયેલા આવશે. પરંતુ જો આ વાયદા ભવિષ્યમાં સાચા થયા, તો તે અમેરિકા માટે મોટું પગલું સાબિત થઇ શકે છે.