રક્ષાબંધનને લઈ શહેરના માર્કેટમાં રાખડી ખરીદવા માટે બહેનોની ભીડ જાેવા મળી રહી છે. આ વર્ષે રાજકોટમાં બીજી રાખડીઓ કરતા ગોલ્ડ-સિલ્વરની રાખડી ખરીદવાનો ક્રેઝ વધુ જાેવા મળી રહ્યો છે. ચાંદી પહેરવાથી મન શાંત રહે છે અને તણાવ દૂર થાય છે. તે માટે હાલ માર્કેટમાં ચાંદીની રાખડીનો ટ્રેન્ડ જાેવા મળી રહ્યો છે. રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રક્ષા સૂત્ર બાંધીને તેના લાંબા આયુષ્ય માટે કામના કરે છે. તો બીજી તરફ બહેનોને ગિફ્ટ આપી ભાઈ તેની રક્ષાનું વચન આપે છે. આ વખતે રક્ષાબંધનનો તહેવાર ૩૦ અને ૩૧ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. ત્યારે રાજકોટમાં સોના-ચાંદીની રાખડી ખરીદવાનો ટ્રેન્ડ ચાલ્યો છે. રાજકોટમાં બનતી સોના-ચાંદીની રાખડી માત્ર રાજકોટમાં જ નહીં પરંતુ બહાર અન્ય રાજ્યોમાં પણ ધૂમ મચાવી રહી છે. રાજકોટના એક જ્વેલર્સ પાસે ચાંદીમાં ૧૦૦થી વધુ ડિઝાઇન અને સોનાની રાખડીમાં લગભગ ૨૦ ડિઝાઇન ઉપલબ્ધ છે. જેથી રાજકોટ, ગુજરાત સહિત વિદેશમાંથી પણ આ જવેલર્સને રાખડીના ઓર્ડર મળી રહ્યાં છે. ફય્ ગોલ્ડ જ્વેલર્સના સિદ્ધાર્થ સાહોલિયાએ જણાવ્યું હતું કે, ઓમ, સ્વસ્તિક, હેપ્પી બ્રધર, બેસ્ટ બ્રધર સહિતની રાખડીના વધારે ઓર્ડર મળે છે. એવું માનવામાં આવે છે કે, ચાંદીએ ચંદ્રનું પ્રતીક અને મનનું કારક છે. જેથી બહેન જાે ભાઈને ચાંદીની રાખડી બાંધે છે તો ભાઈની કુંડળીમાંથી ચંદ્ર દોષ દૂર થાય છે. આ સાથે જ નબળો ચંદ્ર મજબૂત બને છે અને મન સ્થિર રહેવાની શક્યતા વધી જાય છે સાથે જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
રાજકોટમાં અત્યારે ઓમ અને મહાદેવના પ્રતીકવાળી ચાંદીની રાખડી ખૂબ જ ધૂમ મચાવી રહી છે. એવું માનવામાં આવે છે કે, ચાંદીએ ચંદ્રનું પ્રતીક અને મનનું કારક છે. જેથી બહેન જાે ભાઈને ચાંદીની રાખડી બાંધે છે તો ભાઈની કુંડળીમાંથી ચંદ્ર દોષ દૂર થાય છે. આ સાથે જ નબળો ચંદ્ર મજબૂત બને છે અને મન સ્થિર રહેવાની શક્યતા વધી જાય છે સાથે જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. રાજકોટમાં અત્યારે ઓમ અને મહાદેવના પ્રતીકવાળી ચાંદીની રાખડી ખૂબ જ ધૂમ મચાવી રહી છે. આ વખતે માર્કેટમાં રાખડીનો આખો કોમ્બો પણ જાેવા મળી રહ્યો છે.જેમ કે અટ્રેક્ટીવ બોક્સમાં ચાંદીની રાખડી, ભાઈનું મોંઢુ મીઠુ કરાવવા માટે ચોકલેટ અને કંકુ-ચોખા.એટલે આ પ્રકારની રાખડીના અત્યારે માર્કેટમાં ટ્રન્ડિંગમાં જાેવા મળી રહી છે. રાજકોટના માર્કેટમાં અત્યારે ચાંદીની રાખડી તમને ૧૦૦ રૂપિયાથી લઈને ૨૦૦૦ રૂપિયા સુધીની રાખડી મળી રહેશે. જ્યારે સોનાની રાખડી ૩ હજાર રૂપિયાથી લઈને ૧૫ હજાર રૂપિયા સુધીની મળી રહેશે. એમાં પણ રાજકોટના જ્વેલર્સ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ રાખડીઓનો ઉપયોગ હાથમાં પહેરવાના બ્રેસલેટ તરીકે પણ થાય છે. લોકોનું કહેવું છે કે, ભાઈ અને બહેન વચ્ચે રહેલા પ્રેમની આ એક અનોખી ભેટ છે. જે ભેટ સ્વરૂપે આ રાખડી કમ બ્રેસલેટ તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. જેને ખરીદવાની સાથે સાથે એક ઇન્વેસ્ટમેન્ટ પણ થઈ જાય છે. બહેનો અત્યારે રેગ્યુલર રાખડી કરતા ભાઈ માટે ચાંદીની રાખડી ખરીદવાનું વધારે પસંદ કરી રહી છે.
