અરવલ્લી જિલ્લામાં વધુ એક સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ પહેલા બાયડના સાઠંબા વિસ્તારમાં ૪ વર્ષની બાળકીને ફૂવાએ દુષ્કર્મ આચાર્યું હતું. હવે મેઘરજના ઈસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૧૩ વર્ષીય સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. જ્યાં ઈસરી પોલીસ વિસ્તારમાં ૧૩ વર્ષની સગીરાને ઘરેથી થોડી દુર આવેલી દુકાનમાં નાસ્તાનું પેકેટ લેવા ગઈ હતી. જ્યાં નરાધમે આ ૧૩ વર્ષની સગીરા સાથે ઝંપાઝપી કરી હતી. ત્યારબાદ આ સગીરાને ગામ નજીક ખેતરે લઈ જઈ ૧૩ વર્ષની સગીરાના કપડાં ફાડી દુષ્કર્મ આચાર્યું હતું. આ સગીરાને મારી નાખવાની પણ ધમકી આપી હતી.
નરાધમે આટલેથી અટક્યો નહોતો, તેણે દુષ્કર્મ આચાર્યું ત્યારબાદ સગીરા ગંભીર હાલતમાં ઘરે પહોંચી હતી. સગીરાની માતાએ સમગ્ર ઘટના વિશે પૂછતાં માલુમ પડ્યું કે ૧૩ વર્ષની સગીરા પર એક હેવાને દુષ્કર્મ આચાર્યું છે. ત્યાર બાદ સગીરાની માતા દ્વારા ઈસરી પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધવામાં આવી હતી અને પોલીસે પોકસો હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
