Upcoming IPO: શેરબજારમાં ચમકશે ચાર નવા IPO, રોકાણકારો માટે ખુશીની લહેર
Upcoming IPO: એક તરફ એક SME કંપની તેના IPO લિસ્ટિંગ માટે તૈયારી કરી રહી છે, ત્યારે ત્રણ નવી કંપનીઓ બજારમાં પ્રવેશવા માટે તૈયાર છે. આ અઠવાડિયું રોકાણકારો માટે રોમાંચક બની શકે છે, કારણ કે વિવિધ ક્ષેત્રોમાંથી આવતા આ IPO વૈવિધ્યસભર પોર્ટફોલિયો બનાવવાની સારી તક આપી રહ્યા છે.
Upcoming IPO: ભારતનું શેરબજાર આ અઠવાડિયે રોકાણકારો માટે નવી તકોથી ભરેલું છે. એક તરફ એક SME કંપની તેના IPO લિસ્ટિંગ માટે તૈયારી કરી રહી છે, ત્યારે ત્રણ નવી કંપનીઓ બજારમાં પ્રવેશવા માટે તૈયાર છે. આ અઠવાડિયું રોકાણકારો માટે રોમાંચક બની શકે છે, કારણ કે વિવિધ ક્ષેત્રોમાંથી આવતા આ IPO વૈવિધ્યસભર પોર્ટફોલિયો બનાવવાની સારી તક આપી રહ્યા છે.
આ અઠવાડિયે ખુલશે આ 3 નવા IPO
1. Sacheerome Limited IPO
-
ઓપનિંગ તારીખ: 9 જૂન 2025
-
ક્લોઝિંગ તારીખ: 11 જૂન 2025
-
ફંડ રેઝિંગ લક્ષ્ય: ₹61.62 કરોડ
-
પ્રાઇસ બૅન્ડ: ₹96 – ₹102 પ્રતિ શેર
Sacheerome Limited ફલેવર અને ફ્રેગ્રેન્સ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગમાં વિશેષતા ધરાવતી કંપની છે. આ કંપનીના પ્રોડક્ટ્સ FMCG, પરફ્યુમ અને પર્સનલ કેર ક્ષેત્રમાં ઉપયોગ થાય છે. આ IPO ખાસ કરીને તે રોકાણકારો માટે આકર્ષક બની શકે છે જેમને કન્સ્યુમર ગુડ્સ અને લાઈફસ્ટાઇલ સંબંધિત કંપનીઓમાં રોકાણ કરવાનું ગમે છે.
2. Jainik Power and Cables IPO
-
ઓપનિંગ તારીખ: 10 જૂન 2025
-
ક્લોઝિંગ તારીખ: 12 જૂન 2025
-
ફંડ રેઝિંગ લક્ષ્ય: ₹51.30 કરોડ
-
પ્રાઇસ બૅન્ડ: ₹100 – ₹110 પ્રતિ શેર
Jainik Power and Cables કંપની વીજળીના કેબલ અને એલ્યુમિનિયમ વાયર રૉડ્સ બનાવે છે અને EHS (Environment, Health and Safety) સ્ટાન્ડર્ડ્સનું પાલન કરે છે. આ IPO ખાસ કરીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એનર્જી ક્ષેત્રમાં રોકાણ કરવા માંગતા રોકાણકારો માટે આકર્ષક વિકલ્પ બની શકે છે.
3. Monolithisch India IPO
-
ઓપનિંગ તારીખ: 12 જૂન 2025
-
ક્લોઝિંગ તારીખ: 16 જૂન 2025
-
ફંડ રેઝિંગ લક્ષ્ય: ₹82.02 કરોડ
-
પ્રાઇસ બૅન્ડ: ₹135 – ₹143 પ્રતિ શેર
આ કંપનીના પ્રમોટર પ્રબાત ટેક્રિવાલ અને તેમનો પરિવાર છે. કંપનીની વ્યૂહરચના અને દ્રષ્ટિ સ્કેલેબલ બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જો તમે યુવા પ્રમોટર્સ અને ગ્રોથ-ફોકસ્ડ કંપનીઓમાં રોકાણ કરવાનું પસંદ કરો છો, તો આ IPO તમારા માટે ખાસ છે.
આ અઠવાડિયે લિસ્ટિંગ: Ganga Bath Fittings
Ganga Bath Fittingsનું IPO 4થી 6 જૂન 2025 વચ્ચે ખુલ્યું હતું અને તેનું એલૉટમેન્ટ 9 જૂનના રોજ ફાઇનલ થયું. કંપનીનું લિસ્ટિંગ ડે 11 જૂન 2025 છે.
આ SME સેક્ટરની કંપની બાથરૂમ ફિટિંગ્સ બનાવે છે. SME IPOમાં જોખમ થોડી વધુ હોય છે, પણ તેના સાથે મળતા રિટર્ન પણ નોંધપાત્ર હોઈ શકે છે.