ભૂગોળની માહિતી આપતી જાણીતી વેબસાઈટ વર્લ્ડએટલેસે તાજેતરમાં જ અજાયબીઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ધોળાવીરાને વર્લ્ડ એટલાસ અજાયબીઓમાં સ્થાન મળ્યુ છે.આ યાદીમાં વિશ્વભરની અજાયબીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.ભૂગોળની માહિતી આપતી જાણીતી વેબસાઈટ વર્લ્ડએટલેસે તાજેતરમાં જ અજાયબીઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ધોળાવીરાને વર્લ્ડ એટલાસ અજાયબીઓમાં સ્થાન મળ્યુ છે.આ યાદીમાં વિશ્વભરની અજાયબીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.આ યાદીમાં ગુજરાતનું ધોળાવીરા સહિત વિશ્વના અન્ય હેરિટેજ સ્થળોનો સમાવેશ થાય છે. જેમાં પાકિસ્તાનું મોહેંજાે-દરો, ચીનની જાણીતી દિવાલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગ્રીસમાં આવેલુ ડાયોનિસસનું થિયેટરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ મેક્સિકોમાં આવેલુ ઓલ્મેક કોલોસલ હેડ્સનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ઇંગ્લેન્ડમાં આવેલુ સ્ટોનહેંજનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.ગુજરાતમાં ધોળાવીરા સિવાય પણ અન્ય હેરિટેજ સ્થળો આવેલા છે. આ સ્થળોમાં અમદાવાદ શહેરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.જ્યારે પાટણમાં આવેલી રાણકી વાવને પણ હેરિટેજ સાઈટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ચાંપાનેર અને પાવાગઢને પણ હેરિટેજ સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
