Amazon Marketplace Fee: Amazon એ ગ્રાહકો માટે એક નવી ફી રજૂ કરી
Amazon Marketplace Fee: એમેઝોને ગ્રાહકો માટે એક નવી ફી રજૂ કરી છે અને તેને ‘માર્કેટપ્લેસ ફી’ નામ આપ્યું છે. આ ચાર્જ તમામ પ્રકારની ઓનલાઈન શોપિંગ પર લાગુ થશે.
Amazon Marketplace Fee: હવે જ્યારે પણ તમે Amazon પરથી કંઈક ઓર્ડર કરશો, ત્યારે દરેક ઓર્ડર પર ₹5 નો નવો ચાર્જ લાગશે. કંપનીએ ગ્રાહકો માટે આ નવો ચાર્જ રજૂ કર્યો છે જેને ‘માર્કેટપ્લેસ ફી’ (Marketplace Fee) નામ આપવામાં આવ્યું છે. આ ચાર્જ દરેક પ્રકારની ઓનલાઇન ખરીદી પર લાગુ પડશે. આ ચાર્જ ખરીદેલી વસ્તુની કિંમત સિવાય બિલમાં અલગથી બતાવવામાં આવશે. Amazonનું કહેવું છે કે આ ચાર્જ તેમની ઓનલાઇન સેવાઓને ચલાવવામાં મદદરૂપ થશે.
બધા ગ્રાહકો પર ચાર્જ લાગશે
મનીકંટ્રોલની રિપોર્ટ પ્રમાણે, Amazon દરેક ઓર્ડર પર ₹5 નો માર્કેટપ્લેસ ચાર્જ લેશે. આ ચાર્જ ઓર્ડરની રસીદ પર અલગથી બતાવવામાં આવશે. આ ₹5 નો ચાર્જ તમામ ગ્રાહકો માટે લાગુ થશે, ભલે તેઓ પ્રાઇમ મેમ્બર હોય કે નહીં. જોકે, કેટલીક વસ્તુઓ પર આ ચાર્જ લાગશે નહીં.