Jammu Police દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર, લોકોને સતર્ક રહેવાની અપીલ
Jammu Police: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને, જમ્મુ પોલીસે નાગરિકોની સુરક્ષા માટે હેલ્પલાઇન નંબરો જારી કર્યા છે. આ હેલ્પલાઇન્સ કોઈપણ કટોકટીનો સામનો કરવા, શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ કરવા અથવા કોઈપણ સહાયની જરૂર હોય તો ચોવીસ કલાક સક્રિય રહેશે.
Jammu Police: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને, જમ્મુ પોલીસે નાગરિકોની સુરક્ષા માટે હેલ્પલાઇન નંબરો જારી કર્યા છે. આ હેલ્પલાઇન્સ કોઈપણ કટોકટીનો સામનો કરવા, શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ કરવા અથવા કોઈપણ સહાયની જરૂર હોય તો ચોવીસ કલાક સક્રિય રહેશે. આ સાથે, લોકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ કોઈપણ શંકાસ્પદ સામગ્રી અથવા પડી ગયેલા UAV ને સ્પર્શ ન કરે કે તેની આસપાસ ન ફરે.
આ સાથે, પોલીસે મીડિયા ચેનલો, ડિજિટલ પ્લેટફોર્મ અને લોકોને આવી સંવેદનશીલ ઘટનાઓનું લાઇવ કવરેજ અથવા રીઅલ-ટાઇમ રિપોર્ટિંગ ટાળવાની સલાહ આપી છે, કારણ કે આનાથી જીવન જોખમમાં મુકાઈ શકે છે અને અજાણતામાં દુશ્મનને મદદ મળી શકે છે. બધા હિસ્સેદારોને રાષ્ટ્રની સેવામાં ઉચ્ચતમ ધોરણો જાળવી રાખીને તેમના કવરેજમાં સાવધાની, સંવેદનશીલતા અને જવાબદારીનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવે છે.
નાગરિકોને સતર્ક રહેવાની અપીલ
પોલીસે નાગરિકોને વિનંતી કરી છે કે તેઓ સતર્ક રહે અને કોઈપણ અસામાન્ય બાબતની જાણ પોલીસને તરત કરે. પોલીસએ લોકોને ખોટી માહિતી ફેલાવવાથી બચવા માટે પણ કહ્યું છે. પોલીસએ જણાવ્યુ છે કે જો ક્યાંય UAV (ડ્રોન) પડી ગયેલું જોવા મળે અથવા કોઈ શંકાસ્પદ વસ્તુ દેખાય, તો ત્યાંથી દૂર રહેવું — ત્યાં સુધી કે પોલીસ ઘટનાસ્થળે આવી ને વિસ્તારને સુરક્ષિત જાહેર ન કરે.
સાથે જ, પોલીસએ સલાહ આપી છે કે સાચી માહિતી મેળવવા માટે માત્ર અધિકૃત સ્ત્રોતો પર ભરોસો રાખો. જમ્મૂ પોલીસ શાંતિ જાળવવા અને તમામ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પૂરેપૂરી રીતે પ્રતિબદ્ધ છે.
જમ્મૂ પોલીસ દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે
ઇમરજન્સી માટે ડાયલ કરો:
Dial 100 અને Dial 112
PCR DPL Jammu
0191-2457178, 9541951100
મહત્વપૂર્ણ અધિકારીઓના સંપર્ક નંબર:
- SSP Jammu – 9419107596
- SP Rural – 9419162945
- SP Headquarters – 9697166580
- SP North (City) – 9469210100
- SP South – 9596969100
- SDPO Domana – 9419193994
- SDPO Akhnoor – 9419140933
- SDPO R.S Pura – 9419185900
- SDPO Nagrota – 7006085364
- SDPO South – 8989544620
- SDPO North – 9419089186
- SDPO East – 9622698999
- SDPO West – 9469632600
- Dy SP Headquarters – 9672515585
- Dy SP DAR DPL Jammu – 9419105858
PCR DPL Jammu (ફરીથી):
9541951100, 0191-2457178
ગ્રામિણ વિસ્તારમાં પોલીસ સ્ટેશનના નંબર:
- PS Akhnoor – 01924-252225
- PS Gharota – 0191-2624319
- PS Khour – 01924-234410
- PS Domana – 0191-2604214
- PS Kana Chak – 0191-2615244
- PS Nagrota – 0191-2673025
- PS Jajjar Kotli – 0191-2668008
હેડક્વાર્ટર વિસ્તાર:
- PS RS Pura – 01923-250221
- PS Bishnah – 01923-236021
- PS Miran Sahib – 01923-263259
- PS Arnia – 01923-272236
બોર્ડર પોલીસ પોસ્ટ (જમ્મૂ જિલ્લા):
- Garkhal – 9419101136
- Agra Chack – 9596945652
- Badyal Brahmana – 9906068551
- Dewan Garh – 9419122638
- Nari – 9149727275
- Kullian – 7006594513
- Baspur – 9419259259
- Alla – 9906184500
- Treva – 9419631899
- Sai Kalan – 9697606658
- Chakroi – 8492819314
- Kirpal Pur – 9419264865
- Gajansoo – 7006659811
- Jogwan – 9682622096
- Malla Barore – 7780918860
- Sandwan – 7006079908
- Pallan Walla – 9906993026
South વિસ્તાર:
- PS Gandhi Nagar – 0191-2430528
- PS Satwari – 0191-2430364
- PS Gangyal – 0191-2481204
- PS Trikuta Nagar – 0191-2475133
- PS Channi – 0191-2465164
- PS Bagh-E-Bahu – 0191-2459777, 9018780243
- PS Women Cell – 0191-2436867
North વિસ્તાર:
- PS Pacca Danga – 0191-2548610
- PS City – 0191-2545923
- PS Peer Mitha – 0191-2560100, 7006021606
- PS Bus Stand – 0191-2566499
- PS Bakshi Nagar – 0191-2580102
- PS Janipur – 0191-2597344
- PS Nowabad – 0191-2565274
જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જોઈ હોય તો તરત નજીકના પોલીસ સ્ટેશન અથવા ઉપર આપેલા હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરો.