રાજસ્થાનના બાડમેરના એક એનઆરઆઈ, પૃથ્વીરાજ સિંહ કોલુએ મિશન મૂન પર ભારતીય ચંદ્રયાન-૩ના સફળ લેન્ડિંગ પર ઈસરોના વૈજ્ઞાનિકોને ૧ કરોડ રૂપિયાની ભેટ આપવાની જાહેરાત કરી છે. ગઈકાલે સાંજે ૬ વાગ્યે ચંદ્રયાન-૩એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ કરીને ઈતિહાસ રચ્યો હતો, જે બાદ દેશભરમાંથી અભિનંદનની વર્ષા થઈ હતી.ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ કરનાર ભારત વિશ્વનો પહેલો દેશ બની ગયો છે. દેશના તમામ લોકો ખુશીથી ઝૂમી રહ્યા છે અને એકબીજાને અભિનંદન આપી રહ્યા છે.
હવે બાડમેર નિવાસી એનઆરઆઈપૃથ્વીરાજ સિંહ કોલુએ ઈસરોના વૈજ્ઞાનિકોને ૧ કરોડ રૂપિયાનું પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ભારતીય અવકાશ સંશોધન કેન્દ્રના મહત્વપૂર્ણ મિશન ચંદ્રયાન-૩ના સફળ લેન્ડિંગ પર ભારતીય વૈજ્ઞાનિકોની સફળતાને ધ્યાનમાં રાખીને એનઆરઆઈપૃથ્વીસિંહે આ જાહેરાત કરી છે. જાે કે હજુ એ સ્પષ્ટ નથી થયું કે એનઆરઆઈમિશન મૂન સાથે જાેડાયેલા તમામ વૈજ્ઞાનિકોને એક કરોડનું ઈનામ આપશે.
ચંદ્રયાન-૩ના સફળ ઉતરાણથી એનઆરઆઈપૃથ્વીસિંહે કહ્યું કે, માત્ર દેશમાં જ નહીં, વિદેશમાં પણ તમામ ભારતીયોને ગર્વ છે. પૃથ્વીરાજ સિંહની કંપની પ્રકાશ પંપ મધ્ય પૂર્વ (અરબ દેશ)માં છે. પૃથ્વીરાજ સિંહ કોલુ અગાઉ પણ કાવાસમાં આવેલા પૂર દરમિયાન બાડમેરના લોકોની મદદ માટે આગળ આવ્યા હતા અને પૂર પીડિતો માટે મદદની જાહેરાત કરી હતી
