Audi Q7 facelift: Audi Q7ને જોતા જ તમે થશો ફેન, પેડલ દબાવતા જ થઈ જાય છે પવન જેવી ગતિ!
Audi Q7 ફેસલિફ્ટ: અમે આ SUV ની સમીક્ષા કરી છે અને આજે અમે તમને તેની દરેક વિગતો આપી છે જેથી તમે સમજી શકો કે તેને ખરીદવી તમારા માટે કેવી રહેશે.
Audi Q7 facelift: ઓડી ઈન્ડિયાએ તાજેતરમાં નવી ઓડી Q7 લોન્ચ કરી છે. આ ફ્લેગશિપ SUVનું નવીનતમ મોડેલ પ્રીમિયમ, શૈલી, આરામ, સલામતી અને પ્રદર્શનનું મજબૂત સંયોજન લાગે છે. ઓડી Q7 બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે – પ્રીમિયમ પ્લસ (88,70,000 રૂપિયા એક્સ-શોરૂમ) અને ટેકનોલોજી (97,85,000 રૂપિયા એક્સ-શોરૂમ). અમે આ SUV ની સમીક્ષા કરી છે અને આજે અમે તમને તેની દરેક વિગતો આપી છે જેથી તમે સમજી શકો કે તેને ખરીદવી તમારા માટે કેવી રહેશે.
પરફોર્મન્સ
Audi Q7માં ગ્રાહકોને 3.0L V6 TFSI એન્જિન આપવામાં આવ્યું છે, જે 340 hpની મહત્તમ પાવર અને 500 Nmનું ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન સાથે 48V માઈલ્ડ હાઈબ્રિડ ટેક્નોલોજી પણ જોડવામાં આવી છે, જેના કારણે કાર ફ્યુઅલ બચાવામાં પણ માહિર છે. અમે જ્યારે આ કાર ચલાવી, ત્યારે 0થી 100 કિમી/કલાકની ઝડપ માત્ર 5.6 સેકન્ડમાં પકડે છે. આ કારની મહત્તમ ઝડપ 250 કિમી/કલાક છે, પરંતુ ટ્રાફિકના કારણે અમે 210 કિમી/કલાક સુધી લઈ જઈ શક્યા.
ગ્રાહકો માટે ખાસ ફીચર્સ
આ કારમાં ઉત્કૃષ્ટ ડ્રાઇવિંગ અનુભવ માટે ક્વાટ્રો ઓલ-વીલ ડ્રાઇવ, એડાપ્ટિવ એર સસ્પેન્શન અને 7 ડ્રાઇવિંગ મોડ્સ ઉપલબ્ધ છે, જે ઉંચા-નીચા રસ્તાઓ પર પણ આરામદાયક સફર સુનિશ્ચિત કરે છે.
એક્સટિરિયર કેવો છે?
કારના ફ્રન્ટમાં તમને 2D ઑડી લોગો જોવા મળે છે. vertical droplet inlay ડિઝાઇન સાથે નવી single-frame grill કારને વધુ aggressive દેખાવ આપે છે. કારમાં નવી ડિઝાઇનવાળી એક્ઝોસ્ટ સિસ્ટમ અને ડિફ્યુઝર પણ જોવા મળે છે. રાત્રે શ્રેષ્ઠ દ્રશ્યતા માટે કારમાં ડાયનેમિક ઈન્ડિકેટર્સ સાથે મેટ્રિક્સ LED હેડલેમ્પ આપવામાં આવ્યા છે. કારમાં 5 ટ્વિન-સ્પોક ડિઝાઇન સાથે નવા R20 એલોય વ્હીલ્સ છે, જે તમારી રોડ પ્રેઝન્સમાં ચાર ચાંદ લગાવે છે.
અંદરનો ભાગ (ઈન્ટીરિયર)
ઈન્ટીરિયર વિષે વાત કરીએ તો, ગ્રાહકોને આ શક્તિશાળી કારમાં Bang & Olufsen પ્રીમિયમ 3D સાઉન્ડ સિસ્ટમ મળે છે જેમાં 19 સ્પીકર્સ અને 730 વોટ્સનું આઉટપુટ છે. ઓડી વર્ચ્યુઅલ કોકપિટ પ્લસ અને MMI નેવિગેશન પ્લસ ટચ રિસ્પોન્સ સાથે આવે છે, જેના થકી કારના તમામ ફંક્શન્સ સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. આ સાત બેઠકોની કારમાં ત્રીજી પંક્તિની સીટો ઇલેક્ટ્રિક રીતે ફોલ્ડ કરી શકાય છે.
સેફ્ટી વિષે ખાસ વાતો
લેન ડિપાર્ચર વોર્નિંગ સિસ્ટમ ડ્રાઈવર જો અનજાણે લેન છોડે છે તો તેને ચેતવણી આપે છે. કારમાં કુલ 8 એરબેગ્સ યોગ્ય જગ્યાએ લગાવવામાં આવ્યા છે, જે મુસાફરોને વધારેમાં વધારે સુરક્ષા આપે છે. ઇલેક્ટ્રોનિક સ્ટેબિલાઇઝેશન પ્રોગ્રામ વાહનને સ્ટેબલ રાખવામાં મદદ કરે છે.