સસુરાલ સિમર કાના સિમર ઉર્ફે દીપિકા કક્કર અને ફલક નાઝ ગાઢ મિત્રો હતા. આ બંને અભિનેત્રીઓ, જેઓ સહ-અભિનેત્રી હતી, એક સમયે એકબીજા માટે જીવ આપી શકે એવી મિત્રો દીપિકા કક્કર અને ફલક નાઝને સગી બહેનો કરતાં વધુ પ્રેમ હતો. પરંતુ બદલાતા સમય અને સંજાેગોના કારણે તેમની મિત્રતા પણ મરી પરવારી. આજે એક સાથે સમય વિતાવવાનું જવા દો, આ બંને એકબીજાની ખબર-અંતર પૂછતા પણ નથી. હવે દીપિકા અને ફલકના સંબંધો વચ્ચેનું અંતર દુનિયા જાણે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ક્યાંક ને ક્યાંક આ બંને વચ્ચે અંતરનું કારણ ‘સસુરાલ સિમર કા ફેમ’ અભિનેત્રી દીપિકાનો પતિ છે. મીડિયા અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, માત્ર ફલક નાઝ જ નહીં, દીપિકા કક્કડના તેની સગી બહેનો સાથેના સંબંધો પણ સારા નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અન્ય ધર્મના વ્યક્તિ સાથે લગ્ન કરવાના કારણે તેની બહેનો સાથે તેના સંબંધો બગડી ગયા હતા. વર્ષ ૨૦૧૮ માં શોએબ ઈબ્રાહિમ સાથે લગ્ન કર્યા પછી, દીપિકા કક્કરે તેના મિત્રો અને પરિવારથી ઘણું અંતર બનાવી લીધું છે. ફલક નાઝે પોતાના એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે શોએબ સાથે લગ્ન કર્યા બાદ દીપિકાએ માત્ર તેનાથી જ નહીં પરંતુ તેના તમામ મિત્રોથી પોતાને દૂર કરી લીધી છે.
‘દેવોં કે દેવ મહાદેવ’ ફેમ અભિનેત્રીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે દીપિકા પોતાના ઘર-પરિવારમાં એટલી વ્યસ્ત થઈ ગઈ છે કે ફલકના ખરાબ સમયમાં પણ તેણે તેને બોલાવવાનું પણ જરૂરી નથી માન્યું. દીપિકા કક્કરે ૨૦૧૧માં રૌનક સેમસન સાથે લગ્ન કર્યા હતા. અભિનેત્રીનો પહેલો પતિ ક્રિશ્ચિયન હતો જેના કારણે તેની બહેનોને આ સંબંધ મંજૂર નહોતો. રૌનક સેમસન સાથે છૂટાછેડા પછી, દીપિકા અને તેની બહેનો વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું હતું, ત્યારે જ શોએબ ઈબ્રાહિમની એક્ટ્રેસના જીવનમાં એન્ટ્રી થઈ હતી. આ વખતે અભિનેત્રીની બહેનો ઈચ્છતી ન હતી કે તે ફરી એકવાર અન્ય ધર્મના વ્યક્તિને જીવનસાથી બનાવે. પરંતુ અભિનેત્રીએ તેના પરિવારજનોની વાત ન માની અને પોતાનો ધર્મ બદલીને શોએબ ઈબ્રાહિમ સાથે લગ્ન કરી લીધા. શોએબ ઈબ્રાહિમ સાથે લગ્ન બાદ આ એક્ટ્રેસ પોતાના લગ્ન જીવનમાં ખૂબ જ ખુશ છે. હાલમાં જ આ કપલે તેમના પુત્ર રૂહાનનું સ્વાગત કર્યું છે. તમને જણાવી દઈએ કે, દીપિકા કક્કર અને શોએબ ઈબ્રાહિમ સીરિયલ ‘સસુરાલ સિમર કા’ના સેટ પર મળ્યા હતા. આ સિરિયલમાં કામ કરતી વખતે આ કપલની નિકટતા વધી હતી.