Electric Scooter: આ ઈલેક્ટ્રિક સ્કૂટર ની માગમાં વધારો, દેખાવમાં કૂલ અને કિંમત પણ કમાલ
Electric Scooter: ભારતમાં ઇલેક્ટ્રિક સ્કૂટરનું વેચાણ સારું થઈ રહ્યું છે. હવે ધીમે ધીમે તેમની માંગ પણ વધી રહી છે. હાલમાં ભારતમાં ચાર-પાંચ કંપનીઓ છે, જેમાં એક સ્પર્ધા છે. હવે TVS એ ઇલેક્ટ્રિક સ્કૂટર વેચવામાં બધાને પાછળ છોડી દીધા છે.
Electric Scooter: ભારતીય ટુ-વ્હીલર બ્રાન્ડે નવા નાણાકીય વર્ષ 2025-26 ના પહેલા જ મહિનામાં ઓલા, બજાજ, એથર અને હીરો મોટોકોર્પને પાછળ છોડી દીધા છે. એપ્રિલ મહિનામાં, સમગ્ર ભારતમાં ૯૧,૭૯૧ ખરીદી કરવામાં આવી હતી, જે ગયા વર્ષના સમાન મહિના કરતા ૪૦ ટકા વધુ છે. એપ્રિલ 2024 માં EV ટુ-વ્હીલરનું વેચાણ 65,555 યુનિટ હતું. TVS એ કુલ 19,736 ઇલેક્ટ્રિક સ્કૂટર વેચ્યા, જ્યારે Ola એ 19,709 યુનિટ અને Bajaj એ 19,001 યુનિટ વેચ્યા.
મજેદાર વાત એ છે કે TVS ઇન્ડિયા માં માત્ર એક જ ઇલેક્ટ્રિક સ્કૂટર વેચે છે, જે TVS iQube છે. iQube એ એકદમ નવા ડિઝાઇન સાથે આવતું શાનદાર ઇલેક્ટ્રિક સ્કૂટર છે, જે 2 બેટરી અને અનેક રંગોની વિકલ્પ સાથે ઉપલબ્ધ છે. સ્કૂટરની કિંમત ₹94,434 થી શરૂ થઈને ₹1.20 લાખ (એક્સ-શોરૂમ) સુધી જાય છે. iQube 5 વેરિયન્ટ અને 12 જુદાં જુદાં રંગોમાં ઉપલબ્ધ છે.
ઇલેક્ટ્રિક સ્કૂટર રેંજ અને ચાર્જિંગ
TVS iQubeના 2.2kWh મોડલમાં આશરે 75 કિમી અને 3.4kWh મોડલમાં અંદાજે 100 કિમીની રેંજ મળે છે. નોંધનિય છે કે આ રેંજ સ્કૂટર ઈકો મોડમાં આપવામાં આવે છે, જ્યારે વાસ્તવિક દુનિયામાં આ રેંજ થોડી ભિન્ન હોઈ શકે છે. iQubeના બંને વેરિઅન્ટમાં 4.4kWhની જ મોટર છે અને તેની ટોચની ઝડપ 78 કિમી પ્રતિ કલાક છે. ચાર્જિંગ સમયની વાત કરીએ તો TVS iQubeનો બેઝ 2.2kWh વેરિઅન્ટ 950W ચાર્જરથી 0-80% સુધી ચાર્જ થવામાં લગભગ 2 કલાક લે છે.
ઇલેક્ટ્રિક સ્કૂટરના ફીચર્સ
ફીચર્સની વાત કરીએ તો TVS iQubeમાં ઘણું બધું આપવામાં આવ્યું છે. તમામ વેરિઅન્ટમાં સંપૂર્ણ LED લાઈટિંગ અને TFT ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ મળે છે. iQubeના સ્ટાન્ડર્ડ વેરિઅન્ટમાં 5 ઇંચ TFT ડિસ્પ્લે છે અને તેમાં સ્માર્ટફોન કનેક્ટિવિટી, ટર્ન-બાય-ટર્ન નેવિગેશન, કોલ/એસએમએસ અલર્ટ, જિયો-ફેન્સિંગ અને ઓવરસ્પીડિંગ અલર્ટ જેવા સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે. અન્ય સુવિધાઓમાં એપ્રન પાસે USB ચાર્જિંગ પોર્ટ અને 30 લિટરનું બૂટ સ્પેસ શામેલ છે.