Live Tv: Wi-Fi અને ઇન્ટરનેટ વગર ફોનમાં લાઈવ ટીવી ચાલશે, આ નવી સેવા આજે શરૂ થઈ રહી છે.
Live Tv: ફોન પર વાઇ-ફાઇ અને ઇન્ટરનેટ વિના લાઇવ ટીવી ચલાવી શકાય છે. આ નવી સેવા આજથી શરૂ થવા જઈ રહી છે. જાણો, આ સેવાનું નામ શું છે અને કયા વપરાશકર્તાઓ તેનો લાભ લઈ શકશે?
Live Tv: આજકાલ સ્માર્ટફોન ફક્ત કોલ કે મેસેજ કરવા માટે જ નથી, પરંતુ મનોરંજનનું એક સંપૂર્ણ પેકેજ બની ગયું છે. વેબ સિરીઝ જોવાની હોય કે ફિલ્મો જોવાની, બધું જ સ્માર્ટફોન દ્વારા સરળતાથી જોઈ શકાય છે. જોકે, આ બધા કાર્યો માટે ઇન્ટરનેટ જરૂરી છે. ઇન્ટરનેટ વિના, સેવાનો લાભ મેળવી શકાતો નથી. પરંતુ હવે તમે ટૂંક સમયમાં ઇન્ટરનેટ અને વાઇ-ફાઇ વગર પણ લાઇવ ટીવી જોઈ શકશો.
LAVA અને HMD લોંચ કરશે નવા ફીચર ફોન
હકીકતમાં, D2M એટલે કે ડાયરેક્ટ ટુ મોબાઇલ દ્વારા ઇન્ટરનેટ વિના મોબાઇલ પર લાઈવ ટીવી જોઈ શકાય છે. સ્માર્ટફોન બનાવતી કંપની લાવા અને HMD દ્વારા ફીચર ફોન લોંચ કરવાની જાહેરાત તાજેતરમાં કરવામાં આવી હતી. આ ફીચર ફોન D2M (ડાયરેક્ટ ટુ મોબાઇલ) સર્વિસ સાથે લૉન્ચ કરવામાં આવશે. સેટેલાઇટ કનેક્ટિવિટી માટે, બંને કંપનીઓએ તાજેતરમાં એક સર્વિસ પ્રોવિડર્સ સાથે ભાગીદારી કરી છે.
1 મે 2025, એટલે કે આજથી મુંબઈના Jio વર્લ્ડ સેન્ટરમાં વર્લ્ડ ઓડિઓ વિઝ્યુઅલ અને એન્ટરટેનમેન્ટ સમિટ (WAVES)નું આયોજિત થશે. જેમાં લાવા અને HMD બન્ને કંપનીઓ પોતાના કરોડો ગ્રાહકો માટે ડાયરેક્ટ ટુ મોબાઇલ ફીચર સાથે કીપેડ ફોન લૉન્ચ કરશે. નીચી કિંમતવાળા ફોનમાં પણ યુઝર્સને લાઈવ ટીવી અને OTT પ્લેટફોર્મ્સનો એક્સેસ મળવાનો છે.
શું છે D2M એટલે કે Direct to Mobile સેવા?
IIT Kanpur એ વર્ષ 2022માં D2M ટેકનોલોજી વિકસાવવી હતી. IIT Kanpur સાથે મળીને તેજસ નેટવર્કે આ ટેકનોલોજી પર કામ કરી તેને ફાઈનલ ટચ આપ્યો. દેશના કેટલાક ભાગોમાં આ સેવાની ટ્રાયલ સરખી રીતે શરૂ કરવામાં આવી હતી. FM રેડિયો અને ડાયરેક્ટ-ટુ-હોમ (DTH) ટેકનોલોજી પર આધારિત છે D2M ટેકનોલોજી.
આ સેવા દ્વારા, ફક્ત મોબાઈલ પર લાઈવ ટીવી અને OTT પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરી શકાય છે, તે પણ વિના ઇન્ટરનેટ.