Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»હજારો યુવાનોને વર્ક વિઝા નહીં મળે UKમાં સ્ટુડન્ટ વિઝા પર ગયેલા ભારતીયોનું ટેન્શન વધ્યું
    India

    હજારો યુવાનોને વર્ક વિઝા નહીં મળે UKમાં સ્ટુડન્ટ વિઝા પર ગયેલા ભારતીયોનું ટેન્શન વધ્યું

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 24, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    યુકેને સ્કિલ્ડ વર્કર્સની જરૂર છે, પરંતુ સ્ટુડન્ટ વિઝા પર લાખોની સંખ્યામાં યુવાનો UK આવે અને પછી વર્ક વિઝા પર કામ કરવા લાગે તે તેને પસંદ નથી. તેના કારણે સ્ટુડન્ટ વિઝાને વર્ક વિઝામાં કન્વર્ટ કરાવવા પર આકરા પ્રતિબંધ લાદી દીધા છે. આ કડક નિયમો તાજેતરમાં જ અમલમાં આવ્યા છે. જેના કારણે UKમાં અભ્યાસ કરીને પછી વર્ક વિઝા મેળવી લેવાશે તેવું માનીને આવેલા સ્ટુડન્ટને આંચકો લાગ્યો છે. ખાસ કરીને ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાના ઘણા વિદ્યાર્થીઓ અહીં સ્ટુડન્ટ વિઝા પર આવીને કામકાજ શોધી લેવાનો ઈરાદો ધરાવતા હોય છે.UK એ સ્ટુડન્ટ વિઝામાં અત્યાર સુધી મળતી કેટલીક છુટછાટો બંધ કરી તેની સામે હજારો વિદ્યાર્થીઓએ વિરોધ શરૂ કર્યો છે અને એક સહી ઝુંબેશ ચાલુ કરી છે. જે લોકોને UK સરકારના આ નિયમો સામે વિરોધ હોય તેઓ આ સહી ઝુંબેશમાં ઓનલાઈન પણ જાેડાઈ શકે છે. આગામી જાન્યુઆરી ૨૦૨૪ સુધી આવી સહીઓ એકત્ર કરવામાં આવશે અને પછી તેના આધારે યુકે સરકાર પાસે માગણીઓ મુકવામાં આવશે.UK સરકારનું કહેવું છે કે હાયર એજ્યુકેશન માટે UK આવતા ઘણા વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ વિઝાની શરતોનો ભંગ કરે છે અને તેમની યોજના ભણવાના બદલે જાેબ કરવાની હોય છે.

    વિદ્યાર્થીઓ અભ્યાસ ચાલુ હોય તે દરમિયાન જ સ્ટુડન્ટ વિઝાને વર્ક વિઝામાં કન્વર્ટ કરવા માટે અરજી કરી દેતા હોય છે.UK સરકારના આ ર્નિણય સામે લગભગ ૨૦,૦૦૦થી વધુ લોકોએ સહી કરી છે અને હજુ ૨૦ જાન્યુઆરી ૨૦૨૪ સુધી સહી ઝુંબેશ ચાલુ રહેશે. જાે આ અભિયાનમાં એક લાખ લોકોની સહી મળે તો તેને ચર્ચા માટે UKની સંસદ સમક્ષ મુકવામાં આવશે. જાે આમ થાય તો યુકે સરકારે પોતાની શરતો હળવી કરવી પડશે અને વિદેશી વિદ્યાર્થીઓને રાહત આપવી પડશે. આ પિટિશનમાં કેટલીક માગણીઓ મુકવામાં આવી છે. તેમાં ખાસ માગણી એ છે કે UKમાં જે વિદ્યાર્થીઓ પહેલેથી અભ્યાસ કરી રહ્યા છે તેમને આ નવા કાયદામાંથી બાકાત રાખવામાં આવે. તેમાં કહેવાયું છે કે આગામી જાન્યુઆરીથી જે નવા વિદ્યાર્થીઓ કોલેજ કે યુનિવર્સિટીઓમાં જાેડાય તેમને જ આ કાયદો લાગુ થવો જાેઈએ. અત્યારે જે વિદેશી વિદ્યાર્થીઓ UK આવ્યા છે તેઓ એમ માનીને જ આવ્યા હતા કે તેઓ સ્ટુડન્ટ વિઝાને વર્ક વિઝામાં કન્વર્ટ કરીને જાેબ કરી શકશે. તેથી નવા કાયદાથી તેમને સૌથી વધુ આંચકો લાગ્યો છે.

    આ ઉપરાંત ભારત, પાકિસ્તાન સહિતના દેશોના સ્ટુડન્ટનું એમ પણ કહેવું છે કે UKનો નવો કાયદો નેચરલ જસ્ટિસ એટલે કે કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ છે. કોઈ પણ કાયદો પાછલી અસરથી લાગુ થવો ન જાેઈએ.UK એ નિયંત્રણો મુકવા હોય તો આગામી વર્ષથી જે વિદ્યાર્થીઓ આવવાના હોય તેમના માટે કાયદો લાગુ કરી શકે છે. નવા કાયદા પ્રમાણે જે લોકો સ્ટુડન્ટ વિઝા પર આવ્યા છે તેમણે UKમાં કોર્સ પૂરો થતાની સાથે જ પોતાના દેશ જતા રહેવું પડશે. UKમાં સ્ટુડન્ટ વિઝામાંથી વર્ક વિઝામાં કન્વર્ઝન કરાવવાની હજારો અરજીઓ મળી તેના કારણે સરકાર ચોંકી ઉઠી હતી અને આ સમસ્યા વધારે વિકટ બને તે અગાઉ કડક કાયદો ઘડવા બ્રિટિશ સંસદે ર્નિણય લીધો હતો. UKને વિદેશી કામદારોની જરૂર છે, પરંતુ તે ઈમિગ્રેશન માટે દરવાજા સંપૂર્ણપણે ખોલવા તૈયાર નથી. બ્રેક્ઝિટ વખતે પણ ઈમિગ્રેશન એ એક સંવેદનશીલ મુદ્દો હતો. UKના વડાપ્રધાન રિશિ સુનાક ભારતીય મૂળના છે, પરંતુ ઈમિગ્રન્ટ્‌સ સામે તેઓ આકરું વલણ અપનાવે છે. તેમણે રૂબરુ કેટલીક જગ્યાએ દરોડા પાડીને ગેરકાયદે ઈમિગ્રન્ટ્‌સ સામે કાર્યવાહી કરાવી છે. સુનાક વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે વચન આપ્યું હતું કે દેશમાં ઈમિગ્રન્ટ્‌સની સંખ્યા ઘટાડવા માટે તેઓ સખત પગલાં લેશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025

    SC: “સમાજમાં ફરવાનો કોઈ અધિકાર નથી” – એસિડ હુમલાખોરો પર સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.