Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Business»શેરબજારમાં જાેરદાર ઉતાર-ચઢાવ જાેવા મળ્યો ઉતાર-ચઢાવ વચ્ચે સેન્સેક્સ, નિફ્ટી સપાટ બંધ; પાવર સેક્ટરમાં રોનક, પીએસયુ બેંક ધડામ
    Business

    શેરબજારમાં જાેરદાર ઉતાર-ચઢાવ જાેવા મળ્યો ઉતાર-ચઢાવ વચ્ચે સેન્સેક્સ, નિફ્ટી સપાટ બંધ; પાવર સેક્ટરમાં રોનક, પીએસયુ બેંક ધડામ

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 22, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સ્થાનિક શેરબજારો મંગળવારે ભારે ઉતાર-ચઢાવ વચ્ચે સપાટ બંધ રહ્યા હતા. બીએસઈસેન્સેક્સ ૩.૯૪ પોઈન્ટ અથવા ૦.૦૧ ટકાના મામૂલી વધારા સાથે ૬૫,૨૨૦.૦૩ પોઈન્ટના સ્તરે બંધ થયો હતો. એ જ રીતે, એનએસઈનિફ્ટી ૨.૮૫ પોઈન્ટ્‌સ અથવા ૦.૦૧ ટકાના વધારા સાથે ૧૯,૩૯૬.૪૫ પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટી પર અદાણી એન્ટરપ્રાઇઝિસ, એચડીએફસી લાઇફ, આઇટીસી અને એનટીપીસીના શેર મહત્તમ ઉછાળા સાથે બંધ થયા હતા. તે જ સમયે, બીપીસીએલ, સિપ્લા, બજાજ ફિનસર્વ અને આઈશર મોટર્સના શેરમાં બ્રેક લાગી હતી.

    ફાર્મા અને પીએસયુ બેન્કને બાદ કરતાં અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા હતા. કેપિટલ ગુડ્‌સ અને પાવર સેક્ટરમાં એક-એક ટકાનો વધારો જાેવા મળ્યો હતો. મેટલ અને એફએમસીજીમાં ૦.૫-૦.૫ ટકાનો વધારો જાેવા મળ્યો છે.બીએસઈમિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં એક-એક ટકાનો વધારો જાેવા મળ્યો હતો.બીએસઈસેન્સેક્સ પર આજે એનટીપીસીનો શેર સૌથી વધુ ૧.૪૬ ટકાના વધારા સાથે બંધ થયો હતો. એ જ રીતે એનટીપીસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, વિપ્રો, લાર્સન એન્ડ ટુબ્રો, લાર્સન એન્ડ ટુબ્રો, એક્સિસ બેંક, ટાટા સ્ટીલ, મારુતિ, ભારતી એરટેલ, ઇન્ડસઇન્ડ બેંક, પાવરગ્રીડ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને બજાજ ફાઇનાન્સના શેર લીલા નિશાન સાથે બંધ થયા હતા.

    સેન્સેક્સ પર જીયો ફાયનાન્સના શેરમાં સૌથી વધુ ૪.૯૯ ટકાનો ઘટાડો જાેવા મળ્યો હતો. આ સિવાય બજાજ ફિનસર્વ, એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેંક, ટીસીએસ, એચડીએફસી બેંક, ટેક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ અને ટાટા મોટર્સના શેર લાલ નિશાન સાથે બંધ થયા છે.જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં સકારાત્મક સેન્ટિમેન્ટ હોવા છતાં વર્તમાન વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે ભારતીય શેરબજાર ઉપરનું વલણ ચાલુ રાખી શક્યું નથી. આઇટી અને ફાર્મા જેવા પશ્ચિમી અર્થતંત્રો સાથે સંબંધિત ક્ષેત્રોમાં પડકારો જાેવા મળ્યા હતા. બીજી તરફ, સ્થાનિક લક્ષી સેક્ટરે સ્થિતિસ્થાપકતા દર્શાવી છે અને તેમાં સારું વલણ જાેવા મળ્યું છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Pakistan Economy: પાકિસ્તાનનું વિદેશી દેવું વધી રહ્યું છે, અને IMF પેકેજ છતાં પરિસ્થિતિ ગંભીર છે.

    December 24, 2025

    પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સનું ખાનગીકરણ પૂર્ણ, PIA ૧૩૫ અબજ રૂપિયામાં વેચાયું

    December 24, 2025

    Copper price: શેરબજારમાં અસ્થિરતા વચ્ચે સોના, ચાંદી અને તાંબાના ભાવમાં સારો દેખાવ રહ્યો.

    December 24, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.