Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»નવી ફિલ્મની આપી હિન્ટ સલમાન ખાનનો લુક જાેઈ તમે પણ ચોંકી જશો
    Entertainment

    નવી ફિલ્મની આપી હિન્ટ સલમાન ખાનનો લુક જાેઈ તમે પણ ચોંકી જશો

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 22, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સલમાન ખાન હંમેશા કોઈને કોઈ બાબતે ચર્ચામાં રહે છે. તે બોલીવૂડનો ટોપ એક્ટર છે. આજે પણ ઘણી ફિલ્મો તેના નામ પર ચાલે છે. જાેકે, થોડા સમય પહેલા આવેલી ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ બોક્સ ઓફિસ પર ખૂબ જ ખરાબ પીટાઈ ગઈ હતી. ત્યારબાદ તેની ફિલ્મો અંગે કોઈ અપડેટ આવી નહોતી. જાેકે, હવે સલમાન ખાન એકદમ નવા લૂકમાં જાેવા મળી રહ્યો છે. જેના કારણે તેની આગામી ફિલ્મને લઈને ઘણી ચર્ચાઓ શરૂ થઈ છે. સલમાન ખાન તાજેતરમાં મુંબઇ ખાતે પાર્ટીમાં જાેવા મળ્યો હતો. તે કારમાંથી નીચે ઊતર્યો તો તેને જાેતાની સાથે લોકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. સલમાન ખાને મુંડન કરાવ્યું છે અને તેના લુકના કારણે ઘણી ચર્ચાઓ થઈ રહી છે.

    ઈન્ટરનેટ પર પણ આ લુક આગની જેમ ફેલાઈ રહ્યો છે. સલમાન ખાનના ચાહકોની સંખ્યા કરોડોમાં છે. જેથી તેને લગતી કોઈ અપડેટ સામે આવે એટલે સોશિયલ મીડિયામાં ચર્ચા શરૂ થઈ જાય છે. આવી સ્થિતિમાં હવે તેનો લુક પણ ચર્ચાનો વિષય બન્યો છે. સલમાન બ્લેક શર્ટમાંમાં દેખાયો હતો. ચાહકોને તેની આ સ્ટાઈલ પસંદ આવી હતી. તેનો આ લુક તેની આગામી ફિલ્મ માટે હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. સલમાન ખાન તેની આગામી ફિલ્મ ‘ટાઇગર ૩’નું શૂટિંગ કરવાનો છે. ત્યારે સલમાન ખાનનોઆ લુક કરણ જાેહર અને ‘શેરશાહ’ બનાવનાર વિષ્ણુ વર્ધનના આગામી પ્રોજેક્ટ માટે હોઈ શકે તેવું માનવામાં આવે છે. બીજી તરફ ચાહકો અન્ય ફિલ્મ બાબતે પણ અનુમાન લગાવી રહ્યા છે.

    એક ચાહકે સલમાનને પૂછ્યું છે કે, રાધે ભાઈ, તેરે નામ – ૨ બની રહી છે કે શું? કેટલાક ચાહકોએ સલમાન દરેક લૂકમાં સારો લાગતો હોવાનું કહ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે, અત્યારે તો સલમાન ખાનનું ધ્યાન ‘ટાઇગર ૩’ ફિલ્મ પર છે. આ ફિલ્મમાં તેની સાથે કેટરિના કૈફ અને ઈમરાન હાશ્મી જાેવા મળશે. આ ઉપરાંત ટાઇગર દૃજ પઠાણનું કામ પણ આગામી વર્ષે શરૂ થવા જઈ રહ્યું છે. આ ઉપરાંત સૂરજ બડજાત્યાની ફિલ્મ ‘પ્રેમ કી શાદી’ પર પણ વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.