Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»શિક્ષકે IPS ઓફિસરને મોકલી તસવીર વાંચ્યા વગર આપી બોર્ડની પરીક્ષા, જવાબને બદલે પૈસાથી ભરી આન્સરશીટ
    India

    શિક્ષકે IPS ઓફિસરને મોકલી તસવીર વાંચ્યા વગર આપી બોર્ડની પરીક્ષા, જવાબને બદલે પૈસાથી ભરી આન્સરશીટ

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 22, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    જ્યારે વ્યક્તિનું કામ સરળતાથી થતું નથી ત્યારે તે લાંચ આપીને તેને સરળતાથી કરાવવાના પ્રયાસો કરવામાં આવે છે. ભારતમાં ઘણા કામો લાંચ લઈને પણ કરવામાં આવે છે. આ કારણથી લોકો લાંચ આપવામાં પણ અચકાતા નથી. પુખ્ત વયના અને બાળકો પણ જાણે છે કે, ભારતમાં લાંચ આપીને ઘણી વસ્તુઓ કરી શકાય છે. આ કારણોસર જ તેઓ લાંચ લેનારાઓને પૈસા આપવાનું શરૂ કરે છે. એક IPS અધિકારીએ સોશિયલ મીડિયા પર આવી તસવીર શેર કરી છે, જે ભારતમાં લાંચની પ્રથાનો પર્દાફાશ કરતી દેખાઈ રહી છે. બોર્ડની પરીક્ષાનો ડર ઘણા બાળકોમાં જાેવા મળે છે.

    આ પરીક્ષાઓના પરિણામના આધારે બાળકોને આગળ પ્રવેશ મળે છે. જાેકે, બાળકોની કારકિર્દીમાં આ પરીક્ષાઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ ઘણી વખત લોકોને એવું લાગે છે કે, ભારતમાં મોટા ભાગના કામ લાંચ દ્વારા જ કરવામાં આવતા હોય છે, તો બોર્ડની પરીક્ષામાં પણ તેના દ્વારા સફળતા મેળવી શકાય છે. જેથી એક IPS અધિકારીએ સોશિયલ મીડિયા પર આવી એક તસવીર શેર કરી છે, જેમાં બાળકે બોર્ડની પરીક્ષાની આન્સરશીટ જવાબના બદલે પૈસાથી ભરી દીધી છે. આ ફોટો સોશિયલ મીડિયા સાઇટ ટિ્‌વટર પર શેર કરવામાં આવ્યો હતો, જે હવે ઠ તરીકે ઓળખાય છે.

    તમને જણાવી દઈએ કે, IPS અધિકારી અરુણ બોથરાએ આ વાત શેર કરી છે. જેમાં જવાબ પત્રકની અંદર નોટો નાખવામાં આવી હતી. તેમાં ૧૦૦ અને ૨૦૦ની નોટો ભરેલી હતી. સાથે જ લખવામાં આવ્યું હતું કે, આટલા પૈસા માટે તેને પાસિંગ માર્કસ આપવામાં આવે. તેની તસવીર ક્લિક કરીને શિક્ષકે તેને IPS અધિકારીને મોકલી હતી, જેણે તેને સોશિયલ મીડિયા પર શેર કરી. ભારતની શૈક્ષણિક વ્યવસ્થા આ એક ચિત્ર દ્વારા સમજી શકાય છે. અધિકારીએ તેને શેર કરતાની સાથે જ તે વાયરલ થઈ ગયો. એક વ્યક્તિએ લખ્યું કે, બાળપણથી જ પૈસાથી દરેક વસ્તુ ખરીદવાની માનસિકતા વિકસે છે. જ્યારે એકે લખ્યું કે આ છે આપણી શૈક્ષણિક વ્યવસ્થા. આમાં બાળકોનું ભવિષ્ય જાેવા મળે છે. જાેકે, ઘણાએ બાળકની મજાક ઉડાવી હતી. તેણે લખ્યું કે પાંચસોમાં પાસ થવાની ધારણા હતી. ૧૦૦ કે ૨૦૦માં કોણ પાસ થઈ શકે?

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Taiwan China tension news:તાઇવાન સંરક્ષણ મંત્રાલય અપડેટ

    July 2, 2025

    Waterfalls near Varanasi:વારાણસીથી 100 કિમીની અંદરના પર્યટન સ્થળ

    July 1, 2025

    Sawan Mehndi Design:સાવન માટે 6 સુંદર અને સરળ અરબી મહેંદી ડિઝાઈન્સ

    July 1, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.