Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Business»Steel import: સ્ટીલ આયાત કવોટા ઘટાડવાની યુરોપની દરખાસ્તથી ભારત સામે વધુ એક પડકાર
    Business

    Steel import: સ્ટીલ આયાત કવોટા ઘટાડવાની યુરોપની દરખાસ્તથી ભારત સામે વધુ એક પડકાર

    SatyadayBy SatyadayMarch 27, 2025Updated:March 28, 2025No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Steel import

    સ્ટીલ તથા એલ્યુમિનિયમ પર ઊંચા ટેરિફ લાગુ કરવાના અમેરિકાના નિર્ણય બાદ હવે યુનાઈટેડ કિંગ્ડમ (યુકે) દ્વારા સ્ટીલની આયાત પર નિયમન લાવવાની દરખાસ્તથી ભારતના સ્ટીલ ઉદ્યોગ સામે વધુ એક પડકાર જોવાઈ રહ્યો છે જ્યારે  આ દરખાસ્તની મોટી પ્રતિકૂળ અસર નહીં પડે તેવો સરકાર દાવો કરી રહી છે.

    ઘરઆંગણે સ્ટીલની માગ મજબૂત હોવાથી યુરોપની આ દરખાસ્તથી ભારતના સ્ટીલ ઉદ્યોગને ફટકો નહીં પડે એમ વાણિજ્ય મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું.

    યુરોપમાં સ્ટીલની વધી રહેલી આયાતને કારણે  તેના સ્ટીલ ઉદ્યોેગ પર આવેલા દબાણને ધ્યાનમાં રાખી યુરોપિયન કમિશને એપ્રિલથી સ્ટીલ આયાત ધોરણો સખત બનાવવાની જાહેરાત કરી છે.

    ૨૭ દેશોના બનેલા યુરોપિયન યુનિયને આયાત કવોટા ઘટાડવાનું નક્કી કર્યું છે જેથી ટેકસ ફ્રી સ્ટીલની આયાત મર્યાદિત માત્રામાં થઈ શકે.

    યુરોપની દરખાસ્તથી થોડીઘણી અસર થશે પરંતુ ભારતમાં સ્ટીલનો વપરાશ એટલો ઝડપથી થઈ રહ્યો છે કે ઉદ્યોગો તેને ગ્રહણ કરી શકશે. ભારતના ટોચના સ્ટીલ નિકાસ મથકોમાં યુરોપનો પણ સમાવેશ થાય છે.

    વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ૧૧ મહિનામાં યુરોપમાં ભારતે ૨૦.૩૦ લાખ ટન સ્ટીલની નિકાસ કરી છે, જે દેશમાંથી સ્ટીલની કુલ નિકાસના ૪૬ ટકા હતી.

    ઘરઆંગણે સ્ટીલના થતા વપરાશની સરખામણીએ ભારતનો સ્ટીલ નિકાસ આંક ઘણો જ ઓછો છે.

    ગયા નાણાં વર્ષમાં ભારતની સ્ટીલ નિકાસ આંક ૭૫ લાખ ટન રહ્યો હતો જ્યારે ઘરઆંગણે સ્ટીલનો વપરાશ ૧૩.૬૦ કરોડ ટન રહ્યો હતો. સ્ટીલ ઉદ્યોગના વર્તુળો યુરોપની આ દરખાસ્તને ભારત સામે વધુ એક પડકાર તરીકે જોઈ રહ્યા છે.

    અમેરિકાના સૂચિત ટેરિફની પણ ભારતના સ્ટીલ ઉત્પાદકો પર ખાસ અસર નહીં થાય કારણ કે અમેરિકામાં ભારતની સ્ટીલ નિકાસ એકદમ સામાન્ય છે. અમેરિકામાં ચીનની સ્ટીલ નિકાસ પણ સામાન્ય હોવાથી ચીન ખાતેથી ભારતમાં સ્ટીલની નિકાસ વધવાની શકયતા નહીં હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.

     

    Steel Import
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Satyaday
    • Website

    Related Posts

    Electricity Prices: NSE પર ‘ઈલેક્ટ્રિસિટી ફ્યુચર્સ’ શરૂ થવાની તૈયારી

    June 29, 2025

    Price Hike: શ્રાવણમાં કાજુ-બદામ જ નહીં, સેંધા મીઠું પણ થશે મોંઘું!

    June 29, 2025

    Bank Holidays July 2025: જુલાઈમાં બેન્ક કેટલા દિવસ બંધ રહેશે, પહેલાથી જ જરૂરી કામ પૂર્ણ કરો

    June 29, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.