બિહાર સરકારમાં પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી તેજ પ્રતાપે પટનાના અટલ બિહારી વાજપેયી પાર્કનું નામ બદલી નાખ્યું છે. હવે આ પાર્ક કોકોનટ પાર્ક તરીકે ઓળખાશે. કાંકડબાગમાં આવેલ આ પાર્કનું નામ પહેલા કોકોનટ પાર્ક હતું. વર્ષ ૨૦૧૮માં તેનું નામ અટલ બિહારી વાજપેયીના નામ પર રાખવામાં આવ્યું હતું. હવે તેજ પ્રતાપે તેનું નામ બદલીને કોકોનટ પાર્ક કરવાની જાહેરાત કરી છે.
હવે ભાજપે પાર્કનું નામ બદલવાને લઈને નીતિશ સરકાર પર પ્રહારો કર્યા છે. ભાજપના પ્રવક્તા અરવિંદ કુમાર સિંહે કહ્યું કે, ૨૦૧૮માં આ પાર્કનું નામ કોકોનટ પાર્કથી બદલીને અટલ બિહારી પાર્ક કરવામાં આવ્યું હતું. પરંતુ તેજ પ્રતાપ યાદવે ફરી એકવાર તેનું નામ બદલીને કોકોનટ પાર્ક કરી દીધું છે. એક તરફ નીતીશ કુમાર અટલજીની સમાધિ પર માળા ચઢાવે છે તો બીજી તરફ તેજ પ્રતાપ યાદવે પાર્કનું નામ બદલી નાખ્યું છે. આ રંગ બદલતી સરકાર છે. તેમણે કહ્યું કે, ભાજપ તેનો વિરોધ કરે છે અને માંગ કરે છે કે આ પાર્કનું નામ બદલવામાં ન આવે.અટલ બિહારી વાજપેયી પાર્કનું નામ બદલીને કોકોનટ પાર્ક કરવામાં આવ્યું છે. પરંતુ અટલ બિહારી વાજપેયીનું બોર્ડ હજુ પણ પાર્કની બહાર લાગેલું છે અને વાજપેયીજીની પ્રતિમા પણ પાર્કની અંદર લાગેલી છે અને તેમાં કંઈપણ છેડછાડ કરવામાં આવી નથી.
