Share Market
ભારતીય શેરબજારો આગામી સોમવાર, 31 માર્ચ 2025 ના રોજ બંધ રહેશે. NSE વેબસાઇટ અનુસાર, ઈદ-ઉલ-ફિત્ર નીમીતે શેરબજાર બંધ રહેશે.
આ દિવસે સવારે 9:00 થી સાંજના 5:00 વાગ્યા સુધી કોઈ ટ્રેડિંગ સેશન ચાલશે નહીં. આ સિવાય, ઈદ-ઉલ-ફિત્ર 2025ને કારણે કરન્સી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં.
શેરબજારોની રજાના સંદર્ભમાં જાહેર NSE અને BSEના શેડ્યૂલ મુજબ મંગળવારથી નિયમિત ટ્રેડિંગ ફરી શરૂ થશે.
ઈદના દિવસે શેરબજાર બંધ રહેશે એટલું જ નહીં તેના બે દિવસ પહેલા પણ શેરબજારમાં કોઈ કારોબાર થશે નહીં.
વાસ્તવમાં 29મીએ શનિવાર, 30મીએ રવિવાર અને 31મીએ ઈદ હોવાને કારણે શેરબજારમાં સતત કોઈ ટ્રેડિંગ થશે નહીં.
NSE અને BSE દ્વારા બહાર પાડવામાં આવેલી રજાઓની યાદી અનુસાર, વર્ષ 2025માં ઘણા મોટા તહેવારો અને રાષ્ટ્રીય પ્રસંગોએ ભારતીય શેરબજારો બંધ રહેશે. એપ્રિલથી ડિસેમ્બર સુધી નીચેની તારીખો પર બજારમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં.