SEBI
ભારતીય મૂડી બજાર નિયમનકાર સેબીએ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) માટે ડિસ્ક્લોઝર થ્રેશોલ્ડ વધારવાનો નિર્ણય લીધો છે. હવે ફક્ત ૫૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની ઇક્વિટી એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) ધરાવતા FPIsએ વધારાની માહિતી આપવી પડશે, જ્યારે પહેલા આ મર્યાદા ૨૫,૦૦૦ કરોડ રૂપિયા હતી. સેબીના નવા ચેરમેન તુહિન કાંત પાંડેના નેતૃત્વમાં મળેલી બોર્ડ મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
જૂનો નિયમ: 25,000 કરોડથી વધુની ઇક્વિટી AUM ધરાવતા FPIs ને તેમના તમામ રોકાણકારો/હિસ્સેદારોની વિગતવાર માહિતી પૂરી પાડવાની જરૂર હતી.
નવો નિયમ: હવે ફક્ત ૫૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની AUM ધરાવતા FPIs એ જ આ ખુલાસો કરવો પડશે.
સેબીએ જણાવ્યું હતું કે, “નાણાકીય વર્ષ 2022-23 ની સરખામણીમાં રોકડ ઇક્વિટી માર્કેટનું ટ્રેડિંગ વોલ્યુમ હવે બમણું થઈ ગયું છે. તેથી, થ્રેશોલ્ડ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.”24 ઓગસ્ટ, 2023 ના રોજના તેના પરિપત્રમાં, સેબીએ FPIs ને 2 શરતો આપી હતી – જો FPI ના 50 ટકાથી વધુ ઇક્વિટી AUM એક જ કોર્પોરેટ જૂથમાં હોય, તો તેણે વધારાના ખુલાસા કરવા પડશે. આ ઉપરાંત, 25,000 કરોડ રૂપિયાથી વધુની AUM ધરાવતા FPIs એ તેમના અંતિમ રોકાણકારો (કુદરતી વ્યક્તિઓ સુધી) વિશે માહિતી આપવી પડશે. વાસ્તવમાં, તેનો હેતુ મિનિમમ પબ્લિક શેરહોલ્ડિંગ (MPS) અને ટેકઓવર નિયમોનું પાલન સુનિશ્ચિત કરવાનો હતો, જેથી બજારમાં કોઈ ખલેલ ન પડે. હવે સેબીએ સ્પષ્ટતા કરી છે કે MPS અને ટેકઓવર નિયમો સંબંધિત તપાસ પહેલાની જેમ ચાલુ રહેશે. ઉપરાંત, બધા FPI એ PMLA (મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ) નું પાલન કરવું આવશ્યક છે.