Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Business»GST: આરોગ્ય અને જીવન વીમા પ્રીમિયમ પર GST ઘટાડીને 5% કરવાની તૈયારી
    Business

    GST: આરોગ્ય અને જીવન વીમા પ્રીમિયમ પર GST ઘટાડીને 5% કરવાની તૈયારી

    SatyadayBy SatyadayMarch 25, 2025Updated:March 25, 2025No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    GST

    છેલ્લા કેટલાક સમયથી જોવાઈ રહેલી ઈન્શ્યોરન્સ સેક્ટરમાં જીએસટી ફેરફારની ચર્ચા હવે અંતિમ તબક્કામાં છે. અહેવાલ અનુસાર આગામી જીએસટી કાઉન્સિલ બેઠકમાં આરોગ્ય અને જીવન  ઈન્શ્યોરન્સ પ્રીમિયમ પર જીએસટીમાં મોટો ઘટાડો થઈ શકે.

    સૂત્રોના જણાવ્યા અનુસાર આ મુદ્દા પર રચાયેલ મંત્રીઓના જૂથ ૫ ટકા જીએસટીની ભલામણ કરી છે. હેલ્થ અને લાઈફ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ પરનો જીએસટી સંપૂર્ણપણે દૂર થવાની અપેક્ષા નથી. મંત્રીઓના જૂથમાં ઈનપુટ ટેક્સ ક્રેડિટની સાથે ૫ ટકા જીએસટી પર સર્વસંમતિ થઈ શકે છે.

    આઈઆરડીઆઈએના અહેવાલ પછી, મંત્રીઓનું જૂથ આ મુદ્દા પર ફેરવિચારણા કરી રહ્યું છે. વીમા કંપનીઓ ૧૨ ટકા જીએસટીની માંગ કરી રહી છે. જો જીએસટી માફ કરવામાં આવે તો પ્રીમિયમમાં વધારો થવાની કંપનીઓએ આશંકા વ્યક્ત કરી હતી.

    આરોગ્ય અને ટર્મ વીમા પર શૂન્ય જીએસટીના કારણે સરકારને વાર્ષિક રૂ. ૩૫૦૦ કરોડનું નુકસાન થઈ શકે છે. જીઓએમની આગામી બેઠક એપ્રિલમાં યોજાશે. જીએસટી કાઉન્સિલની બેઠક મે મહિનામાં શક્ય છે.

    ગુ્રપ ઓફ મિનિસ્ટરના પહેલા રિપોર્ટમાં વરિષ્ઠ નાગરિકોને અને ૫ લાખ રૂપિયા સુધીના આરોગ્ય વીમા પર જીએસટી ન લગાવવાની ભલામણ કરી હતી. લાઈફ અને ટર્મ પ્લાનના પ્રીમિયમ પર જીએસટી માફ કરવાની પણ ભલામણ કરવામાં આવી હતી.

    GST
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Satyaday
    • Website

    Related Posts

    Trade Deal: અમેરિકા સામે ભારતની ટ્રેડમાં મહત્વપૂર્ણ જીત, ટ્રમ્પ રહ્યા નિરાશ!

    July 1, 2025

    IRCTC Ticke Price Hike: ૧ જુલાઈથી ટ્રેન ટિકિટના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. રેલ્વે ભાડા મોંઘા થયા

    July 1, 2025

    Iran and Israel War: મધ્ય પૂર્વમાં ઉથલપાથલથી ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો

    June 30, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.